<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

બીલીમોરામાં કોલેજ રોડ પર આવેલ શક્તિ કોમ્પલેક્ષની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી

ગેલેરી તૂટીને કોમ્પલેક્ષની નીચે આવેલા ટી સ્ટોલના શેડ ઉપર પડી : ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કાટમાળમાં ઉતારવાની કાર્યવાહી

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં, કોલેજ રોડ પર આવેલ શક્તિ કોમ્પલેક્ષની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. ગેલેરી તૂટીને કોમ્પલેક્ષની નીચે આવેલા ટી સ્ટોલના શેડ ઉપર પડી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બીલીમોરા ફાયર બ્રિગેડના જવાનોને સ્થળ પર પહોંચી કાટમાળમાં ઉતારવાની કાર્યવાહી કરી હતી.

(1:39 PM IST)