News of Friday, 12th December 2025
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. ૧૦-૧રની પરીક્ષામાં ૧પ.૧૪ લાખ છાત્રો નોંધાયાઃ ૯૦ હજારનો વધારો
તા. ૧૯ ડીસેમ્બર સુધી લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા. ૧રઃ આગામી તા. ર૬ ફેબ્રુઆરી ધો. ૧૦ અને ધો. ૧ર ની ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ વિવિધ તબકકે ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષા આપવા ૧પ લાખ ૧૪ હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. ર૦રપ શિક્ષણ બોર્ડની પરીક્ષા કરતા આ વર્ષે ૯૦ હજાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. તા. ૧૯ ડીસેમ્બર સુધી લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી શકાશે.
સમગ્ર ગુજરાત રાજયમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧ર માં કુલ ૧પ,૧૪,૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાંની ધો. ૧૦ માં ૮,૯૯,૪૦૦ અને ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૪,૯૬,૦૦૦ તેમજ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૮,૭૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભર્યા છે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
