News of Friday, 12th December 2025
બેંકોમાં ૧૦ વર્ષથી વધુ સમયથી જમા રહેલ પોતાના નાણા પાછા મેળવવા ગ્રાહકો જાગૃત થાય
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના ડીરેકટર પ્રદીપ ખીમાણીની અપીલ

રાજકોટ, તા. ૧ર : દેશની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોમાં કુલ રૂ. ૬૭ હજાર કરોડની થાપણો એવી છે. જેના પર અત્યાર સુધી કોઈ ખાતાધારક, નોમિની કે કાનૂની વારસદારે દાવો કર્યો નથી. બેન્ક ખાતાઓમાં જમા આ રકમ, જેને ૧૦ વર્ષથી કોઈએ સ્પર્શ કર્યો નથી. તેને હવે દાવો ન કરાયેલી (અનક્લેમ્ડ ડિપોઝિટ) રકમ ગણવામાં આવે છે. આ રકમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (ડીઈએ ફંડ) માં ટ્રાન્સફર કરવામાં આવી છે. અનક્લેમ્ડ ડિપોઝિટમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો સૌથી વધુ છે, જેમાં રૂ. ૫૮,૩૩૦.૨૬ કરોડની રકમ દાવો ન કરાયેલી છે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આ રકમ ૮,૬૭૩.૭૨ કરોડ છે.
100 Days 100 Pays" યોજનાનો લાભ લેવા બેંકનાં ગ્રાહકોને અનુરોધ કરતા પ્રદિપભાઈ ખીમાણી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના ડાયરેક્ટર પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે કઠણાઇભરી પરિસ્થિતીમાં ભારતીય નાગરીકો પોતાના ભવિષ્યની સામાજીક જવાબદારીઓ નિભાવવા અને ભવિષ્યની આફતોનો સામનો કરવા માટે પોતાની પાસે બચતો-રોકાણો પર્યાપ્ત હોવાનું અનિવાર્ય માનતા હોવાથી પોતાની આવક માંથી બચતો રોકાણો કરવાની મનોવળતિ અન્ય દેશોના નાગરીકો કરતા ભારતીય નાગરીકો સવિશેષ રાખે છે. ભારતમાં ગોલ્ડ, રીઅલ એસ્ટેટ, સ્ટોક માર્કેટ, મુચ્યુઅલ ફંડ અને બેંક થાપણો સહિત રોકાણના અનેકસ્ત્રોત ઉપલબ્ધ છે, તે પૈકી કેટલાક રોકાણો નિયમનકારી (રેગ્યુલેટરી) કાયદાઓ હેઠળ સુરક્ષિત છે, તેમાં પણ બેંક થાપણોને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતુ હોવાથી ભારતીય નાગરીકો મોટી રકમનું રોકાણ બેંક થાપણમાં કરે છે.
DEAF સ્કીમ-૨૦૧૪ ની રચના
ભારતીય રિઝર્વ બેંક દ્વારા થાપણદારોના હિતને ઘ્યાનમા રાખી રિઝર્વ બેંકદ્વારા ૩ મે ૨૦૧૩ ના રોજની નાણાકીય નિતી હેઠળના નિવેદનમાં ઇરાદો વ્યકત કરીને બેંકિંગ રેગ્યુલેશન એકટની કલમ ૨૬-એ ઉમેરીને ઝચ્ખ્જ્ સ્કીમ-૨૦૧૪ની રચના કરેલ છે. બેંકમા થાપણદારોના ૧૦ વર્ષ સુધી બિનદાવાકળત અને/અથવા નિષ્ક્રિય ખાતાઓ રહેલ હોય તેવા ખાતાઓની વ્યાજ સહિતની રકમો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત ઝચ્ખ્જ્ ખાતામાં મોકલી આપવામાં આવે છે, એટલુ જ નહી,દર મહિને જે ખાતાઓ બિનદાવાકળત અને અથવા નિષ્ક્રિય થાય તેવા ખાતાઓની રકમો પણ વખતોવખત સદરહું ઝચ્ખ્જ્ ફંડમાં જમા કરાવવાની બેંકો ની વૈધાનિક જવાબદારી છે.
DEAF સ્કીમની સંચાલન સમિતિ
DEAF યોજનાના બંધારણ વિષે આરબીઆઇની સૂચના અનુસાર DEAF નાં સંચાલન માટે એક સમિતિ રચવામાં આવેલ છે જે અનુસાર યોજનાના અઘ્યક્ષની નિમણુંક ય્ગ્ત્ના ગવર્નર દ્વારા નિયુક્ત થયેલ ડેપ્યુટી ગવર્નર હોય છે, ઉપરાંત આરબીઆઇ જનરલ મેનેજરના હોદાથી નિમ્ન ન હોય તેવા ૨ ઉચ્ચ અધિકારીઓ, ગવર્નર નામાંકિત કરે તેવા રાષ્ટ્રની નામાંકિત બેંકના કોઇપણ એમડી અથવા સીઇઓ, આરબીઆઇ દ્વારા નામાંકિત બેકિંગ ક્ષેત્રના કે અન્ય ક્ષેત્રના નિષ્ણાંત, આરબીઆઇ દ્વારા નામાંકિત થયેલ ગ્રાહકો અથવા થાપણદારોના હિતનું રક્ષણ કરતી સંસ્થાના પ્રતિનિધી, સમિતીના સચિવ તરીકે ગવર્નર નામાંકિત કરે તેવા ય્ગ્ત્ ના અધિકારી મળી કુલ ૭ સભ્યો નિમાયેલ હોય છે.
નિષ્ક્રિય ખાતાઓનું વર્ગીકરણ
નિષ્ક્રિય ખાતાઓનું વર્ગીકરણ, સંચાલન અને સક્રિય કરવાની પ્રક્રિયા વિષે માહિતગાર હોવું અનિવાર્ય છે. ગ્રાહકો સંજોગોવશાત સતત ૨ વર્ષ સુધી ખાતામાં જમા-ઉપાડ કરે નહી તો ભારતીય રીઝર્વ બેંકની સુચના અનુસાર નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકળત કરવા જોઇએ. નિષ્ક્રિય ખાતાઓને વર્ષમા ઓછામાં ઓછા ૨ વખત સક્રિય કરવા માટે બેંકોએ ગ્રાહકોને અવગત કરવાના પ્રયત્ન કરવા જોઇએ. જો ગ્રાહકે સંદેશા વ્યવહાર કરવા માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડયુ હશે તો તે માઘ્યમ દ્વારાગ્રાહકોને અવગત કરવા અથવા બેંકના નોટીસ બોર્ડ ઉપર યોગ્ય સંદેશા દ્વારા અવગત કરવા અનિવાર્ય છે તેમજ બેંકના રેકર્ડ ઉપર ઉપલબ્ધ સરનામે પત્ર વ્યવહાર અથવા રૂબરૂ સંપર્ક કરી જાણ કરવા પ્રયત્નો કરવા જોઇએ.
નિષ્ક્રિય ખાતાઓ
સક્રિય કરવાની પ્રક્રિયા
બેંકે તેમના સરનામા અને ઓળખના આધારો સાથે પાનકાર્ડ/૬૦ નંબરનું ફોર્મ રજુ કરી પૂનઃ સક્રિય કરવા માટે બેંકને અરજી કરી શકે છે, નિષ્ક્રિય ખાતાને સક્રિય કરવા માટેની અરજી જ્યારે બેંકને પ્રાપ્ત થાય ત્યારે બેંકના શાખાના અધિકારી દ્વારા સક્રિયકરણ માટેની મંજૂરી આપવી જોઇએ તેમજ અધિકળત અધિકારીએ નિષ્ક્રિય ખાતાના ધ્ળ્ઘ્ના ધોરણો અનુસાર ખાતુ ખોલવામાં આવ્યું હતું કે કેમ ? તેની તપાસ કર્યા બાદ ખાતેદારના રહેઠાણ અને ઓળખના તાજેતરના દસ્તાવેજી પુરાવાઓ મેળવશે અને આવા પુરાવાઓ મેળવ્યા બાદ ખાતુ સક્રિય કરતી વખતે ઓછામાં ઓછો એક વ્યવહાર ખાતેદાર પાસે કરાવશે અન્યથા ખાતુ નિષ્ક્રિય જ ગણાશે. નિષ્ક્રિય ખાતાને સક્રિય કરવા માટે કોઈપણ પ્રકારનો શુલ્ક કે દંડ લેવો જોઇએ નહી. નિષ્ક્રીય ખાતાઓને ઓળખવા અનિવાર્ય હોવા છતા ગ્રાહકોને કોઇપણ રીતે બેંક તરફથી અસુવિધા થવી જોઇએ નહી તેનો ખ્યાલ રાખવો જોઇએ.
બિન દાવાકળત ખાતાઓ
ગ્રાહકો દ્વારા સેવિંગ, કરન્ટ ખાતામાં ૧૦ વર્ષમાં કોઇ વ્યવહાર થયેલો ના હોય તેવા ખાતાઓ તેમજ પાકતી તારીખ પછી ૧૦ વર્ષ સુધી બાંધીમુદત થાપણો કોઇપણ કારણોસર વટાવી ન હોય અથવા ચુકવણીના હેતુસર છેલ્લા ૧૦ વર્ષથી ચેક, ડ્રાફ્ટ, પે સ્લીપ વિગેરે રજુ થયેલા ન હોય તેવા દાવા વગરના કોઇપણ ઇન્સ્ટ્રુમેન્ટની રકમો ચુકવવાપાત્ર હોય તેવા ખાતાઓને બિન દાવાકળત ખાતાઓ કહેવાય છે.
થાપણો બિનદાવાકળત
થવાના કારણો
ગ્રાહકો બેંકોમાં પ્રતિનિધિ (નોમિની) ની નિમણુંક કર્યા વગરની થાપણો, પરિવારની જાણ વગર મુકેલ થાપણો, એક કરતા વધુ બેંકમાં થાપણ ખાતાઓ હોય અથવા એક બેંકમાં એકથી વધુ થાપણ ખાતાઓ હોવાથી કયારેક સ્મળતિભ્રંશના કારણે વિસરાયેલ થાપણો, હિસાબી પત્રકમાં પ્રદર્શિત ન કરાયેલ ખાતાઓ, થાપણદારોના અંગત પરસ્પરના કાનુની વિવાદ વાળી થાપણો, સક્ષમ સત્તાધિશોના થાપણો સીઝ કરવાના આદેશો હોય તેવી થાપણો, વસીયત/નોમિનેશન વગરના થાપણદારોની રજાકજાના કારણે વિવાદીત હોય તે સહિતના અનેક કારણોસર ગ્રાહકોના ખાતાઓ બિન દાવાકળત થાય છે.
બિન દાવાકળત થાપણો પૈકી વ્યાજકળત થાપણો
બિન દાવાકળત થાપણો પૈકી સેવિંગ થાપણ અને બાંધીમુદત થાપણો કે જેની ઉપર બેંકોએ પોલિસી અને કરાર મુજબ વ્યાજનો દર મુકરર કરેલ હોય તેવી થાપણો વ્યાજકળત થાપણો તરીકે વર્ગીકળત કરી શકાય. બાંધીમુદત થાપણ ખાતાની પાકતી તારીખ પછી બેંક પોતાની પોલિસી મુજબ વ્યાજદર મુકરર કરી શકે છે.
બિન દાવાકળત થાપણો પૈકી બિન વ્યાજકળત થાપણો
સેવિંગ અને બાંધીમુદત થાપણ સિવાયના કરન્ટ એકાઉન્ટ અને ગ્રાહકોને ચૂકવવાપાત્ર કોઇપણ રકમને બિનવ્યાજકળત થાપણો હેઠળ વર્ગીકળત કરી શકાશે. (દા.ત. વણ વસુલાયેલ બેંકર્સ ચેક, ડ્રાફટ, બેંક ગેરેન્ટી, ટ્રાવેલ ચેક સહિતના ઇન્સ્ટ્રુમેન્ટસ અને ગ્રાહકોને ચૂકવવાપાત્ર અન્ય જવાબદારીઓ., વિગેરે)
(DEAF) માં જમા રકમ
RBI ના છેલ્લા ૨૦૨૧-૨૨ ના વાર્ષિક અહેવાલ મુજબ, DEAF પાસે કુલ તેના ખાતામાં ૪૮,૨૬૫ કરોડ રૂપિયા જમા હતા. ઝચ્ખ્જ્ ખાતામાં જમા કરવામાં આવતી રકમ વર્ષોથી સતત વધી રહી છે. ૨૦૧૪- - ૧૫માં આજ રકમ રૂપીયા ૭,૮૭૫ કરોડ થયેલ, તે વધીને સને ૨૦૨૧-૨૨ માં ૧ રૂપીયા ૪૦,૩૯૦ કરોડના કોરોના પહેલાના આ વર્ષમાં ૮૧૫્રુ ના વધારા સાથે રૂપીયા ૪૮,૨૬૫ કરોડ થયા છે.
RBI ના ૨૦૨૧-૨૨ ના વાર્ષિક અહેવાલ મુજબ, DEAF એકાઉન્ટમાં બેંક થાપણદારોની બિન દાવાકળત રકમ રૂ. ૪૮,૨૬૫ કરોડ જમા હતી, જેમાં સને ૨૦૨૨-૨૩ અંદાજ મુજબ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થશે.
(DEAF) સ્કીમ હેઠળના ખાતાઓની પ્રસિદ્ધિ
બેંકો બિન દાવાકળત થાપણ ખાતાઓની વ્યાજકળત અને બિન વ્યાજકળત સહિતની તમામ રકમો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંચાલીત (DEAF) ખાતાઓમાં મોકલી આપે છે. બેંકો દ્વારા (DEAF) સ્કીમમાં મોકલાયેલ ખાતાઓની માહિતી બેંકની વેબસાઇટ ઉપર અને બેંકની બ્રાન્ચોમાં ફિઝીકલ ફોર્મમાં દરેક ખાતેદાર અથવા વારસદારો બેંકની વેબસાઇટ ઉપર ફાઇન્ડના ઓપ્શનમાં નામ અથવા સરનામા ઉપરથી બિનદાવાકળત ખાતાઓ શોધવા માટેની સુવિધાઓ આપવાનો આદેશ રિઝર્વ બેંકે તમામ બેંકોને કરેલ છે. કોઇપણ થાપણદાર જીવિત હોય ત્યારે થાપણદારોના વારસદારો (DEAF) માં મોકલી આપેલ ખાતાઓનુ લીસ્ટ ચકાસીને કલેઇમ/ દાવો કરી શકે છે. બેંકોએ કલેઇમ દાવા માટેનાં ફોર્મ સાથે જોડવાના ડોકયુમેન્ટસની વિગતો વિગેરે માહિતી પણ પ્રસિધ્ધ કરવી જોઇશે.
DEAF સ્કીમમાં દાવો કરવા માટેની કાર્યરિતી
દાવો કરનારે નિયત ફોર્મમાં ખાતાની રકમો મેળવવા માટે અરજી સાથે પોતાના સરનામા અને રહેઠાણનો આધાર એટલે કે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, નરેગા કાર્ડ વિગેરે ઓફિસીયલ વેલિડ ડોકયુમેન્ટ સાથે પાન કાર્ડ અથવા ફોર્મ નં ૬૦ અને તાજેતરના ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા જોડીને નમુના મુજબના ફોર્મમાં અરજી કરીને દાવો કરી શકાય.
પ્રદિપભાઈ ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે ...
કલેઇમ/દાવો કરનારે અરજીમાં ખાતેદારનું નામ, ખાતેદારના એકાઉન્ટ નંબર, ખાતાની રસીદો હોય તો તે ડિસ્ચાર્જ કરેલ ઓરીજનલ રસીદો, જો ખાતુ બેંકે બંધ કરેલ હોય તો જેમાં ફંડ ટ્રાન્સફર કરવાનુ હોય તે બેંકનું નામ અને IFSC કોડ, ખાતેદારનું નામ, ખાતા નંબર આપવા જોઇશે.
આવા કલેઇમ બેંકે ૭ દિવસની મર્યાદામાં બનતી ત્વરાએ નિકાલ કરીને (DEAF) સ્કીમમાંથી રકમો આપવાની રાહ જોયા વગર કલેઇમ કરનારને ચુકવી આપવી જોઇએ. જો આમ કરવામાં ન આવે તો તે કસ્ટમર સર્વિસને ક્ષતિયુક્ત ગણી શકાય.
મળતકના બિન દાવાકળત ખાતાઓના કાનૂની વારસદાર/ નોમિની દ્વારા દાવો
દાવાની પ્રક્રિયા માટે, કાનૂની વારસદાર/ નોમિની બેંકની મુલાકાત લઈ શકે છે. બિન દાવાકળત ડિપોઝિટ કલેમ ફોર્મ (પરિશિષ્ટ- ૧) માં યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ફોર્મ ધારકના મળત્યુના પ્રમાણપત્રની નકલ સાથે KYCની નકલ અને KYC ના આધાર સાથે બેંકમા રજુ કરવુ જોઇએ અને મળતક ખાતામાં દાવાની પતાવટ પોલિસીના પરિપેક્ષમાં દરેક ગ્રાહકોએ અલાયદી કાર્યવાહી કરવી જોઇએ.
જીવિત ખાતેદાર દ્વારા દાવો
બિન દાવાકળત ખાતાઓના જીવિત થાપણદારો બેંકની શાખાની મુલાકાત લઈ શકે છે અને દાવાની પ્રક્રિયા માટે, કાનૂની વારસદાર/નોમિની બેંકની મુલાકાત લઇ શકે છે. બિન દાવાકળત ડિપોઝીટ કલેઇમ ફોર્મ (પરિશિષ્ટ-૧) માં યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે, યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ બિન દાવાકળત થાપણનું દાવા ફોર્મ(પરિશિષ્ટ-૧) સબમિટ કરી શકે છે.
પેઢી/કંપની/સંસ્થા જેવા કાનુની શખ્સ દ્વારા દાવો :
પેઢી/કંપની/સંસ્થા જેવા કાનુની શખ્સ દ્વારા બિન દાવાકળત ખાતાઓના દાવા માટે, ગ્રાહકે પેઢી/કંપની/સંસ્થાના લેટરહેડ પર અધિકળત હસ્તાક્ષરકર્તાઓ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે અન્ય જરૂરી બંધારણીય દસ્તાવેજો અને નોંધણી પ્રમાણપત્ર સાથે બિન દાવાકળત ખાતાના દાવા માટેનું ફોર્મ (પરિશિષ્ટ-૧) સાથે KYC ના આધારો સબમિટ કરી અરજી કરવી જોઇએ.
બિન દાવાકળત થાપણ ઉપર મળવાપાત્ર વ્યાજનો દર
ઝચ્ખ્જ્ સ્કીમમાં થાપણદારોની બિન દાવાકળત રકમ-DEAF માં ટ્રાન્સફર થઇ ગયા પછી પણ થાપણદારોને બિન દાવાકળત રકમનો ફરીથી દાવો કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવેલ છે તે અનુસાર DEAF માં રહેલી થાપણો જો વ્યાજકળત હોય (ઇન્ટરેસ્ટ બેરિંગ) હોય તો તા. ૦૧/૦૭/૨૦૧૮ પહેલા ૪.૦ ટકા લેખે અને તા. ૦૧/૦૭/૨૦૧૮ થી તા. ૧૦/૦૫/૨૦૨૧ સુધી ૩.૫ ટકા અને તા.૧૧/૦૫/૨૦૨૧ થી પ્રવર્તમાન સમય સુધી ૩.૦્રુ ના વ્યાજની આકરણી કરીને બેંકો રકમ ચુક્વશે. જો વિના વ્યાજ (નોન ઇન્ટરેસ્ટ બેરિંગ) હોય. તો DEAF એકાઉન્ટ ખાતે જમા રહેલી રકમ વ્યાજ વગર ચુકવશે.
૨ વર્ષ સુધી બેંકીંગ વ્યવહાર ન થાય તો ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે
૧૦ વર્ષ સુધી વ્યવહાર ન થાય તો ખાતું બિન દાવાકળત તરીકે ગણવામાં આવે છે
બિન દાવાકળત થાપણ અંગેની માહિતી દરેક ગ્રાહકો સહેલાઇથી જોઇ શકે તે રીતે ફિઝીકલ અને વેબસાઇટ ઉપર યાદી પ્રસિધ્ધ કરવાની બેંકોની વૈધાનિક જવાબદારી છે.
પ્રદિપભાઈ ખીમાણીએ બેંકનાં ખાતેદારોને અપીલ કરી છે કે બેક થાપણોને બિન દાવાકળત થતી અટકાવવા માટે ગ્રાહકોએ નોમિનેશન, ટેલીફોન, મોબાઇલ, ઇ-મેઇલ, પુરૂ સરનામુ વિગેરે સંપર્ક માધ્યમો બેંકોને પુરા પાડવા જોઇએ.
રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બિનદાવાકળત રકમની વિગતો જાણવા UDGAM (Unclaimed Deposits Gateway to Access Information) પોર્ટલ શરૂકરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ UDGAM Portal મારફત આવી બિનદાવાકળત રકમની માહિતી મેળવી શકે છે.
શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવેલ છે કે ૨૦૨૪-૨૫ નાં વર્ષના અંતે આવી બિનદાવાકળત રકમ અંદાજે ૬૭૦૦૦ કરોડ રૂપિયા થવા જાય છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
