<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

દેડિયાપાડા તાલુકા કોયલીવાવ અને સીંગલવાણ ગામના વચ્ચે આવેલ વળાંકમા બાઇક સ્લીપ થતા ચાલકનું મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના કોયલીવાવ ગામ વળાંકમાં માં બાઇક સ્લીપ થતા ચાલકનું મોત થયું છે
     મળતી માહિતી અનુસાર રાજેન્દ્રભાઈ રામજીભાઈ વસાવા ( રહે. સામરપાડા (થપાવી) મોટું ફળીયું તા.દેડીયાપાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમનો દીકરો રોશનભાઈ રાજેન્દ્રભાઈ વસાવા (ઉ.વ ૨૦ ) (રહે સામરપાડા (થપાવી) તા-ડેડીયપાડા જી-નર્મદા ) નાઓએ મોટર સાઈકલ રજીસ્ટ્રેશન નંબર GJ-22-S-0626 ની પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કોયલીવાવ અને સીંગલવાણ ગામના વચ્ચે આવેલ વળાંકમા મોટર સાઈકલ સ્લીપ ખવડાવી મોટર સાઈકલ ઝાડ સાથે અથડાતા મો.સા પાછળ બેસેલ પ્રકાશભાઈ ગણપતભાઈ વસાવા નાઓને જમણા પગના જાંઘના તેમજ નળાના ભાગે તથા ઘુંટીના ભાગે ફેકચર કરી તથા પોતાને શરીરે જમણા હાથમા તથા જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત થતા દેડીયાપાડા પોલીસે રોશન વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:50 PM IST)