News of Friday, 12th December 2025
નાંદોદ તાલુકાના લોઢણ ગામમાં મહિલા ની છેડતી કરનાર યુવાન સામે ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નાંદોદ તાલુકાના લોઢણ ગામમાં મહિલાની છેડતી કરનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં થયો છે
મળતી વિગતો પ્રમાણે ભોગ બનનાર મહિલા સવારના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં સાફ/સફાઇ કરતા હતા તે વખતે અમીશભાઇ સુરેશભાઇ વસાવા ( ઉ.વ.આ.૨૧)(રહે. લોઢણ, જુની નિશાળ ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદા ) મહિલા ની બાથ ભરી લઇ પહેરેલ કપડા કાઢવાનો પ્રયત્ન કરી નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરી શારીરિક અડપલા કરી બળાત્કાર કરવાની કોશીશ કરવા લાગતા ફરીયાદી નાઓએ બુમાબુમ કરતાં સ્થાનિક લોકો દોડી આવતાં સુરેશ વસાવા નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
