News of Friday, 12th December 2025
મોવી-બોરિદ્રાથી 12.50 લાખના ગાંજા ના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડતી SOG નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાથી એસ. ઑ. જી પોલીસે લાખોના ગાંજો પકડવા મોટી સફળતા મેળવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા SOG પોલીસે બાતમીના આધારે રેડ કરી મુન્નાભાઇ ચંપકભાઇ વસાવા ( રહે.મોવી-બોરીદ્રા તા.નાંદોદ જી.નર્મદા).ના પોતાના કબજા ભોગવટાના ખેતરમાં કોઇપણ જાતના અધિકૃત પરવાના વગર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ-૨૨ નું લીલા છોડનું વાવેતર કરી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ-૨૨ નું વજન ૧૩ કિલો ૦૫૦ ગ્રામ કિ.રૂ.૬,૫૨,૫૦૦/- સાથે ઝડપી પડ્યો હતો. જ્યારે ગણેશભાઈ રમેશભાઈ વસાવા( રહે. મોવી-બોરીદ્રા તા.નાંદોદ જી.નર્મદા ) નાઓએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં કોઇપણ જાતના અધિકૃત પરવાના વગર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ-૫૪ નું લીલા છોડનું વાવેતર કરી વનસ્પતિ જન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ- ૫૪ નું વજન ૧૧ કિલો ૯૫૦ ગ્રામ કિ.રૂ.૫,૯૭,૫૦૦/- સ્થળ ઉપર મળી નહિ આવી આ . બંનેના ખેતરોમાં લીલા ગાંજાના છોડ નંગ-૭૬ વજન ૨૫ કિલોગ્રામ ની કિ.રૂ.૧૨,૫૦,૦૦૦ નો મુદ્દામાલ પકડી પાડી મુન્ના વસાવાને પકડી.. પાડયો હતો જ્યારે ગણેશ વસાવા મળી નહી આવતા વોન્ટેડ જાહેર. કરી રાજપીપળ પોલીસ મથકે ગુનો દાખલ. કર્યો છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
