<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

બોટાદમાં ભત્રીજીની છેડતી બાબતે ઠપકો આપતા ભાજપના પૂર્વ મહામંત્રીના ભાઈ પર છરીથી હુમલો

ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ પ્રતિક ચૌહાણ પર ગાયત્રીનગર વિસ્તારમાં છરી વડે હુમલો: આદર્શ જગદીશભાઈ મકવાણા નામના શખ્સે છરીના ઘા ઝીંકી પ્રતિકભાઈને ગંભીર ઇજા પહોંચાડી

બોટાદ શહેરમાં ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ પ્રતિક ચૌહાણ પર ગાયત્રીનગર વિસ્તારમાં છરી વડે હુમલો થયો છે. આદર્શ જગદીશભાઈ મકવાણા નામના શખ્સે છરીના ઘા ઝીંકી પ્રતિકભાઈને ગંભીર ઇજા પહોંચાડી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રતિકભાઈની ભત્રીજી સાથે આદર્શ મકવાણા છેડતી કરતો હતો આ બાબત પર પ્રતિકભાઈએ આદર્શ મકવાણા ને ઠપકો આપ્યો હતો જે દરમ્યાન ગુસ્સામાં આવીને આદર્શ મકવાણાએ છરીનો ઉપયોગ કર્યો હતો .

 

પ્રતિકભાઈને તાત્કાલિક બોટાદ અને ભાવનગરમાં સારવાર આપવામાં આવી, પરંતુ ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે હુમલાના કેસમાં આદર્શ જગદીશભાઈ મકવાણા સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યોછે અને વધુ તપાસ હાથ ધરી છે.

(11:00 PM IST)