News of Saturday, 13th December 2025
નાની બહેનના રૂપિયા ૪૦ લાખના વિમાની રકમ મેળવવા મોટી બહેને ખૂની ખેલ ખેલ્યો
ફિલ્મી કથાને પણ વળોટી જાય તેવો હત્યા માટે પ્લોટ ઘડાયો : મોટીબેનના પુરુષ મિત્રએ નાની બેનને અંકોડિયા લઇ જઇ ગળું દબાવી હત્યા કરી

વડોદરા તા.૧૩: શહેર નજીક અંકોડીયા ગામની સીમમાં હત્યા કરી ફેંકી દેવામાં આવેલા યુવતીની હત્યાનું અસ્પ ઉકેલાવામાં જિલ્લા પોલીસને સફળતા મળી હતી.જેમાં મોટી બહેનેજ નાની પહેનની હત્યા પોતાના પુરૂષ મિત્ર પાસે કરાવી હતી. નાની બહેનનો રૂપિયા ૪૦ લાખનો ઉતરાવેલા વીમાની રકમ લેવા માટે આ હત્યા કરાત્રી હોવાની વિગતો જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવી છે.
ગોરવા આપપાલી સોસાયટી ભાગ-૨માં રહેતી અજીઝબાનુ મુસ્તફા ઇસ્માઈલ દિવાન છે. ઉ.વ.૩૬)નો મૃતદેહ ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ અંકોડીયા ગામની સીમમાંથી મળી આવ્યો હતો. જે તે સમયે મૃતકની ઓળવિધી થઈ ન હતી. તાલુકા પોલીસે યુવતીની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરતા વિગતો પ્રકાશમાં આવી હતી. પોલીસે અજીઝબાનુનો મૃતદેહ મળી આવ્યો ત્યાંથી તેના ઘર સુધીના સીસીટીવી કેમેરાની તપાસ હાય હુ એક પરી હતી. જેમાં અજીઝબાનુ એક યુવાનના ટુવ્હીલર પર બેસીને જતી દેખાઈ હતી. પોલીસે આ યુવાનની ઓળખવિધી માટે તપાસ હાથ ધરી હતી. જેમાં આ યુવાન ગોરવા રૂપમ સોસાયટીની બાજુમાં કંવદ સાહેબના મકાનમાં સાંતો ચીઝ રાજા હનીફભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રમીઝ રાજાની તપાસ હાથ ધરતા તે ગોરવા અને તેના હાથીખાનામાં આવેલા ઘરે થી પણ મળી આવ્યો ન હતો. દરમિયાનમાં પોલીસે આજે રમીઝ રાજાને ઝડપી પાડયો હતો.
જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રમીઝરાજાની પોલીસના પુછપરછ હાથ ધરી હતી. આખરે પુછપરછમાં ભાંગી પડેલા રમીઝરાજાએ જણાવ્યુ મૃતકની મોટીબહેન ફીરોઝબાનુ ઉદ્દે અનીષા દિવાન (આમ્રપાલી સોસાયટી ભાગ-૨ ગોરવા) ના કહેવાથી તેને અજઝબાનુની હત્યા કરી હતી. અજીઝબાનુનો ૧૫ થી ૨૦ દિવસ પહેલાજ ૪૦ લાખનો વીમો ઉતરાવ્યો હતો. જેમાં નોમીનીમાં અજીઝબાનુએ તેની મોટી બહેન ફીરોઝાખાનુ નામ લખાવ્યું હતું.
આથી આ રકમ મેળવવા માટે ફીરાજાબાનુએ તેના પરિચયમાં આવેલા રમીઝરાજાને તેની હત્યા કરવા કહ્યું હતુ. આથી તે અજીઝબાનને મોપેડ પર તા.૯ ડિસેમ્બરના રોજ લઈ જઈ અંકોડીયા કેનામ પાછળ સીમમાં હત્યા કરી હતી. પોલીસે રમીઝરાજા તેના દુપટ્ટા વડે ગળે ફાંસો આપી અને ફીરોજાબાનુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
રમીઝરાજાને કેટલી રકમ મળવાની હતી ?
ફીરોઝાબાનુના ઇશારે રમીઝરાજાએ ફીરોજાબાનુની નાની બહેન અજીઝબાનુની હત્યા કરી હતી. અજીઝબાનુનો ઉતારાવેલા રૂપિયા ૪૦ લાખના વિમાની રકમ મેળવવા માટે આ ષડયંત્ર રચ્યુ હતુ. જોકે હત્યા કરનાર રમીઝરાજાને ફીરોઝાબાનુ કેટલી રકમ આપવાની હતી.? તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસે બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
