News of Saturday, 13th December 2025
થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું:હજારો માઈલ દૂરથી યાયાવર પક્ષીઓ પહોંચ્યા
પક્ષીઓની સંખ્યા વધી ત્રણ ગણી થઈ: ફ્લેમિંગો અને કુંજ પક્ષીની સંખ્યામાં મોટો વધારો: આ વર્ષે 12 હજારથી વધુ ફ્લેમિંગોએ થોળમાં ધામા નાખ્યા

મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઈલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચ્યા છે. છેલ્લા બે દાયકામાં થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે.
વર્ષ 2004ની સરખામણીએ 2025માં પક્ષીઓની સંખ્યા વધી ત્રણ ગણી થઈ છે. 2004માં 18 હજાર જેટલા પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે આ સંખ્યા વધી 55 હજારને પાર પહોંચી છે. જેમાં સૌથી ચોંકાવનારો બદલાવ ફ્લેમિંગો અને કુંજ પક્ષીની સંખ્યામાં જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૪માં થોળમાં ફ્લેમિંગો નહોતા આવતા. પરંતુ આ વર્ષે 12 હજારથી વધુ ફ્લેમિંગોએ થોળમાં ધામા નાખ્યા છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
