News of Saturday, 13th December 2025
મહેસાણાની મશહુર દુધસાગર ડેરીના ચેરમેન તરીકે ફરી અશોક ચૌધરી
દુધની આવક અને ડેરીનું ટર્નઓવર વધારાશેઃ અકિલા સાથે વાતચીત : ડેરીમાં બીજી વખત ચેરમેન બનેલા અશોક ચૌધરી ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના પણ ચેરમેન છે. તેઓ કહે છે ડેરીમાં હાલ દરરોજ ૪ર લાખ લીટર દુધની આવક છે તે વધારીને પ૦ લાખ લીટરે પહોંચાડવાની તેમજ મહેસાણા ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૯ હજાર કરોડથી વધારીને ૧ર હજાર કરોડને વળોટવાની નેમ છે

રાજકોટ, તા., ૧૩ : ગુજરાતભરમાં જાણીતી મહેસાણાની દૂધસાગર ડેરીના નિયામક મંડળની બેઠકમાં ચેરમેન તરીકે ફરી અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે. વાઈસ ચેરમેનની જવાબદારી દશરથભાઈ પટેલને સોંપવામાં આવી છે .બેઠકમાં નિયામક મંડળના ચૂંટાયેલા ૧૭ સભ્યો ઉપસ્થિત હતા .અશોક ચૌધરી ડિરેક્ટર તરીકે ત્રીજી ટર્મ માટે ચૂંટાયા છે. વિતેલા પાંચ વર્ષ તેઓ ડેરીના ચેરમેન હતા .અને હવે ફરી ચેરમેન બન્યા છે
શ્રી અશોક ચૌધરીએ (મોબાઈલ નંબર ૯૮રપ૦ પર૮રર)આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મહેસાણા ડેરીના અવિરત વિકાસ માટે સતત કાર્યરત રહેશુ . ડેરીમાં હાલ દરરોજ ૪૨ લાખ લિટર દૂધ આવે છે તે ૫૦ લાખ લીટરે પહોંચાડવાની નેમ છે .ડેરીનું વર્તમાન સમયનું વાર્ષિક ટન ઓવર ૯૦૦૦ કરોડ છે તે વધારીને ૧૨૦૦૦ કરોડથી વધુ કરવાનો નિર્ધાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણાની દૂધસાગર ડેરીના કાર્યક્ષેત્રમાં સમગ્ર મહેસાણા જિલ્લા ઉપરાંત પાટણ જિલ્લાના મોટાભાગનો અને ગાંધીનગર જિલ્લાના અમુક ભાગનો સમાવેશ થાય છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
