<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

બનાસકાંઠાના ચંડીસર GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો: મોડીરાત્રે દરોડો પાડ્યો : માલીક ભાગી ગયો

પાલનપુર પોલીસ ચંડીસર GIDCમાં પહોંચ્યા બાદ ફેકટરીમાં સંયુક્ત દરોડા પાડ્યા: ફેકટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું

બનાસકાંઠાના ચંડીસર GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે અધિકારીઓ ફેકટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો હતો. પરંતુ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

પાલનપુર પોલીસ ચંડીસર GIDCમાં પહોંચ્યા બાદ ફેકટરીમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. જ્યાંથી લાખો રુપિયાનો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે.  ફેકટરીમાં લાખો રુપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આ અગાઉ પણ આ ફેકટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. જે બાદ હવે ફરી વખત નકલી ઘીનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉભા થાય છે.

(1:04 PM IST)