તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 13th December 2025
હરીયાણા, પંજાબ, રાજસ્થાન, દિવ-દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થાની હેર-ફેર માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક ગુનાઓ આચરતી રવિ હમીરભાઇ ભારાઇની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ આક્રમક પગલા લઈ જેલના સળીયા પાછળ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ,જૂનાગઢ
ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરનાઓના ૧૦૦ કલાક કાર્યક્રમ અંતગર્ત જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજીક પ્રવૃતિ આચનાર તથા વારંવાર ગુન્હાઓ કરતી ગેંગ સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૩ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેર-કાયદેસર અસામાજીક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે તેમજ હાલમાં ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગરનાઓ સમગ્ર ગુજરાત રાજયમાં ૧૦૦ કલાક અંતગર્ત લુખ્ખા, ટપોરી, શરીર સબંધી તેમજ પ્રોહીબીશન જેવા ગુન્હાઓમાં અવાર-નાવર સંડોવાયેલ હિટલીસ્ટ ગુન્હેગારોની યાદિ તૈયાર કરાવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની ગુન્હાહિત ઇતિહાસ તપાસી આવા ઇસમો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય. જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તૈયાર કરવામાં આવેલ યાદિ પૈકી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં તેમજ ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ જૂનાગઢ જિલ્લાના પ્રોહી બુટલેગરો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય. જે અન્વયે.....
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લીસ્ટેડ બુટલેગર રવિ હમીરભાઇ અરજણભાઇ ભારાઇ રબારી રહે. જુનાગઢ " ગાત્રાળ ક્રુપા" મકાન કસ્તુરબાગ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, દોલતપરા હાલ રહે.ગાંધીગ્રામ, તેજસ સ્કુલની બાજુમાં, જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, પંજાબ,
રાજસ્થાન, દિવ-દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર રવિ હમીરભાઇ
ભારાઇએ મોટો આર્થિક નફો મેળવવા ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનુ જણાઇ આવતા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ રવિ હમીરભાઇ ભારાઇ અગાઉ પણ ઘણા ગુન્હાઓ પકડાયેલ તથા તેની સાથે ગુન્હામાં સંકળાયેલ અન્ય આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે જૂનાગઢ શહેર ડિવીઝનના નાયબ પોલીસ
અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કૃણાલ એમ.પટેલ મારફતે તપાસ કરાવતા, ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) રવિ હમીરભાઇ ભારાઇ, જાતે-રબારી, વિરૂધ્ધમાં કુલ-૧૫ (૨) વિપલ ઉર્ફે પુંજો રામભાઇ ઉર્ફે સરમણભાઇ કમાભાઇ ખાંભલા, રબારી વિરૂધ્ધમાં કુલ-૪ (૩) રાજુભાઇ ખેતાભાઈ નગાભાઈ કરમટા, રબારી વિરૂધ્ધમાં કુલ-૫ (૪) મનાભાઇ કાનાભાઇ કારાભાઇ કટારા, રબારી વિરૂધ્ધમાં કુલ-૩ (૫) રામા નારણભાઈ ઘુઘાભાઈ ચોપડા, રબારી વિરૂધ્ધમાં કુલ-૧૭ (૬) કિશોર ઉર્ફે કીશલો દેવશીભાઇ ઉર્ફે દેવજીભાઇ વાઘેલા, દેવીપુજક વિરૂધ્ધમાં કુલ-૨૧ ગુન્હાઓમાં પકડાયેલ છે. આમ, આરોપી રવિ સ/ઓ હમીરભાઇ અરજણભાઇ ભારાઇ રબારી રહે. જુનાગઢ " ગાત્રાળ ક્રુપા" મકાન કસ્તુરબાગ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, દોલતપરા હાલ રહે.ગાંધીગ્રામ, તેજસ સ્કુલની બાજુમાં, જૂનાગઢ સહિત છ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન, મારા-મારી, ઈજા સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાઇ આવેલ તેમજ આ ગેંગના સાગરીતો સાથે મળીને નાણાંકીય લાભ લેવાના હેતુથી હરીયાણા, પંજાબ, રાજસ્થાન, દિવ -દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજયમાંથી ગેર-કાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની આયાત માટે વાપરેલ ટ્રક/વાહનોના એન્જીન/ચેસીસ નંબર સાથે છેડા કરી, ખોટા ટ્રાન્સપોર્ટ બીલો/GST બીલો બનાવી પોતાના આર્થિક ફાયદા માટે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવા ટોળકી બનાવી આર્થિક ગુનાઓ આચરતી હોવાનુ જણાઇ આવતા. આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ છ આરોપીઓની ગેંગ વિરૂદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ મુજબ કાર્યવાહી કરવી જરૂરી જણાતી હોય. જેથી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી કૃણાલ એમ.પટેલ નાઓ દ્રારા રવિ હમીર ભારાઇ તથા તેની ગેંગના કુલ-૫ આરોપીઓ વિરૂધ્ધના ગુન્હાહિત ઇતિહાસ સહિતના પુરાવાઓ એકઠા કરી પોલીસ મહાનિરીક્ષકશ્રી જૂનાગઢ વિભાગ જૂનાગઢનાઓ પાસેથી વિગતવારના રીપોર્ટ સહ મંજુરી માંગતાં ગુન્હો રજીસ્ટર થવા મંજુરી આપતાં જૂનાગઢ શીલ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ. આગળની તપાસ જૂનાગઢ શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબનાઓને સોંપવામાં આવેલ છે.
ગુજસીટોક ધારા હેઠળ હસ્તગત કરેલ આરોપીઓના નામ, સરનામાઃ-(૧) વિપુલ ઉર્ફે પુંજો રામભાઇ ઉર્ફે સરમણભાઇ કમાભાઇ ખાંભલા, રહે. તાલાળા, ધારેશ્વર સોસાયટી, રેલ્વે પાટની બાજુમાં, વિરપુર રોડ તા.તાલાળા (ગીર) જી. ગીર-સોમનાથ
(૨) રાજુ ખેતાભાઈ નગાભાઈ કરમટા, રહે. રૂદલપુર વાડી વિસ્તાર તા. માંગરોળ જી. જૂનાગઢ
(૩) મના કાનાભાઈ કારાભાઈ કટારા, રહે. કાટવાણા ગામ, પાણીના કુંડની બાજુમાં તા.જી.પોરબંદર
(૪) રામા નારણભાઇ ઘુઘાભાઈ ચોપડા, રહે. તાલાલા, નર્સર ટેકરી, ખોડીયાર ગરબી ચોક, જી.ગીર સોમનાથની ધરપકડ કરવામાં આવી છે.
અટક કરવા પર બાકી આરોપીઓના નામ, સરનામાઃ-(૧) રવિ સ/ઓ હમીરભાઇ અરજણભાઇ ભારાઇ રબારી રહે. જુનાગઢ " ગાત્રાળ ક્રુપા" મકાન કસ્તુરબાગ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, દોલતપરા હાલ રહે.ગાંધીગ્રામ, તેજસ સ્કુલની બાજુમાં, જૂનાગઢ(૨) કિશોર ઉર્ફે કિસ્લો દેવશી ઉર્ફે દેવજીભાઇ વાઘેલા, દેવીપુજક રહે.ઉમરેઠી ગામ, તા.તાલાલા જી.ગીર સોમનાથ છે.
આ કામગીરીમાં જૂનાગઢ શહેર ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા તથા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કૃણાલ એમ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ નિકુલ એમ.પટેલ તથા પોલીસ હેડ.કોન્સ. જીતેષ એચ. મારૂ તથા પોલીસ કોન્સ. દિપકભાઇ ચૌહાણ પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
