<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

સુરતના ઉત્રાણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બે રીઢા આરોપીઓને પોલીસે ઝડપી લીધા

આરોપીઓ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના મોબાઈલ ઝૂંટવીને બાઈક પર ફરાર થઈ જતા હતા: પોલીસે સતત 15 દિવસ સુધી CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓને પકડવામાં સફળતા મેળવી

સુરતના ઉત્રાણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બે રીઢા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે સતત 15 દિવસ સુધી CCTV ફૂટેજની તપાસ કરીને આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે. આરોપીઓ પાસેથી 1 બાઈક અને 6 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

આરોપીઓ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના મોબાઈલ ઝૂંટવીને બાઈક પર ફરાર થઈ જતા હતા. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તપાસ દરમિયાન બીજા ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(8:46 PM IST)