News of Sunday, 14th December 2025
રાજપીપળા નગર પાલિકાના રોજમદાર કર્મચારીઓના ચાર મહિનાથી પગાર નહીં થતા હાલત કફોડી
ત્રણ, ચાર મહિના થયા બાદ એક મહિનાનો પગાર ચૂકવાતા કારમી મોંઘવારીમા કર્મચારીઓ ઉધાર લાવી ખાવા મજબૂર

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા નાગરપાલિકાની માં દર ત્રણ ચાર મહિના પૂરા થયા બાદ જ રોજમદાર કર્મચારીઓને ફક્ત એક જ મહિનાઓ પગાર ચૂકવવામાં આવતા કર્મચારીઓની હાલત ખરાબ થઈ છે.
મળતી માહિતી મુજબ ઘણા વર્ષોથી રાજપીપળા નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી જેના કારણે પાવર.બિલો સહિતનું ચૂકવણી થતી નથી જેમ ખાસ કરીને સફાઈ કામદારો સહિતના કર્મચારીઓને નિયમિત પગાર મળતો નથી અને કર્મચારીઓના પરિવારને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ફક્ત પાલિકા દ્વારા એડવાન્સમાં વેરાનું ઉઘરાણું કરી પગાર ચૂકવાઈ છે પરંતુ વેરા ની પણ ઉઘરાણી પૂરતી નહીં આવતા ત્રણ ચાર મહિના સુધી કર્મચારીઓના પગાર થતા નથી.
જોકે રાજપીપળા સહિત જિલ્લામાં કોઈ ફેક્ટરી કે નોકરી માટે ના અન્ય વિકલ્પ નહીં હોવાથી સ્થાનિક લોકો નો જાયે તો કહા જાયે જેવો ઘાટ હોય મજબૂરીમાં આવી સ્થિતિ સ્વીકારી લે છે.સરકાર રાજપીપળા સહિત આવી જેટલી પાલિકા છે તેમાં યોગ્ય પગલાં ભરી કર્મચારીઓને નિયમિત પગાર મળે તે માટે ઘટતું કરે તેવી માંગ છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
