તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Sunday, 14th December 2025
વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાત: પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકની જેમ સફાઈ અને વિકાસકાર્યોનું નિરીક્ષણ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વડનગરની મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. કોઈપણ સરકારી પ્રોટોકોલ, સુરક્ષા કાફલા કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના તેઓ એક સામાન્ય નાગરિકની જેમ વડનગર પહોંચ્યા હતા. આ ઓચિંતી મુલાકાત દરમિયાન તેમણે શહેરની સ્વચ્છતા, જાહેર શૌચાલયોની સ્થિતિ અને ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું જાતનિરીક્ષણ કર્યું હતું.
તેમણે પુરાતત્વીય સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિક અધિકારીઓને સ્વચ્છતા તેમજ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીની આ સાદગી અને ત્વરિત કામગીરીએ સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જગાવી હતી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
