News of Sunday, 14th December 2025
પ્રભાસપાટણ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા બે મહિના થી સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર ન હોવાથી લોકો પરેશાન
પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા તાત્કાલિક ડોક્ટર નિમણૂક કરવા આરોગ્ય મંત્રી ને રજૂઆત

પ્રભાસપાટણ તા ૧૪ : પ્રભાસપાટણ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા બે વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સેવા આપતા હતા અને આ નયન કચોટ ખુબજ સારી કામગીરી હતી તેઓએ સેંકડો નોર્મલ ડિલિવરી અને સીઝેરિયન ઓપરેશન સફળ રીતે કરાવેલ હતા તેમજ તેઓએ એકજ દિવસ ભા ૧૩ ડિલિવરી કરાવેલ હતી જેમાં મોટાભાગની નોર્મલ ડિલિવરી હતી જેથી ગરીબ પરીવાર ની બહેનોને ખુબજ ફાયદાકારક હતુ પરંતુ છેલ્લા બે મહિનાથી તેમની સેવા સમાપ્ત થતાં હોસ્પિટલમાં અત્યારે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર નથી જેથી લોકો ખુબજ હેરાન થાય છે
પ્રભાસપાટણ શહેરમાં મોટા ભાગની વસ્તી મજુર વર્ગ ની છે જેથી સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર વગર હેરાન થવુ પડે છે તેમજ પ્રભાસ પાટણ ની આજુબાજુ મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારો આવેલ છે અને ત્યાં થી બહેનો સારવાર માટે આવે છે પણ ગાયનેક ડોક્ટર ન હોવાથી ધરમ ના ધક્કા થાય છે
હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મુકવામાં નહીં આવે તો સરકારશ્રીના સ્ત્રી સશક્તિકરણ તેમજ માતૃ બાળ કલ્યાણ સેવાઓને નકારાત્મક અસર થશે અને ગીર સોમનાથ જિલ્લાનું આરોગ્ય વધુ બીમાર પડશે.
: પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર મા સ્ત્રી રોગ ના નિષ્ણાત ડોક્ટર ની તાત્કાલિક નિમણૂક બાબતે પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા હોસ્પિટલ ની મુલાકાત લીધેલ અને હોસ્પિટલમાં ડોક્ટર સહિત ધટતી સુવિધાઓ માટે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા ને રજૂઆત કરવામાં આવેલ અને તાત્કાલિક સ્ત્રી રોગ નિષ્ણાત ને ફરી રીપીટ કરવા તેમજ ડો કચોટ ની સારી કામગીરી થી તેવોને ફરી રીપીટ કરવા માંગણી કરેલ છે કારણ કે પ્રભાસપાટણ અને ગ્રામ્ય વિસ્તારો તેમજ સોમનાથ આવતા યાત્રિકો ને પણ મુશ્કેલી પડે છે
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
