News of Sunday, 14th December 2025
બુદ્ધ પૂર્ણિમા ની જાહેર રજા કરવા અંગે ગુજરાત રાજ્યના બૌદ્ધ ધર્મ ના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી ની રૂબરૂ મુલાકાત કરી...
ગુજરાત રાજ્યમાં "દરેક વૈશાખી બુદ્ધ પૂર્ણિમા" નિમિત્તે ફરજીયાત જાહેર રજા થાય કે જે બૌદ્ધ ધર્મ ને માનનારા માટે નો ખુબજ અગત્યનો તેમજ મહત્વનો તેહવાર છે પર્વ છે

અમદાબાદ: છેલ્લા ઘણા વર્ષો થી બૌદ્ધ ધર્મ નો ખુબજ અગત્યનો તેમજ મહત્વ નો તહેવાર ગણાતો "વૈશાખી પૂર્ણિમા એટલે કે "બુદ્ધ પૂર્ણિમા" માટે અવારનવાર ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રીશ્રી ને ઇમેઇલ તેમજ લેખિત આવેદનપત્ર દ્વારા રજુઆતો કરવામાં આવેલી છે પરંતુ તેનું સરકારશ્રી દ્વારા કોઈપણ પ્રકારનું સંગ્યાન ના લેતા પ્રતિભાવ ન મળતા આખરે ગુજરાત રાજ્યના "બૌદ્ધ ધર્મ" ના "મુખ્ય પ્રતિનિધિઓ" જેવા કે આયુષ્માન સિંહલ બોધિધર્મન(અમદાવાદથી) આયુષ્માન સિંહલ રાજવર્ઘન (કચ્છ થી)આયુષ્માન સિંહલ રજનીકાંત (આણંદથી) આયુષ્માન વિક્રમ બૌદ્ધ(જૂનાગઢથી)અને આયુષ્માન લવેશ રાણા(ગાંધીનગરથી) દ્વારા ગુજરાત રાજ્યમાં "દરેક વૈશાખી બુદ્ધ પૂર્ણિમા" નિમિત્તે ફરજીયાત જાહેર રજા થાય કે જે બૌદ્ધ ધર્મ ને માનનારા માટે નો ખુબજ અગત્યનો તેમજ મહત્વનો તેહવાર છે પર્વ છે તે બાબતે સમગ્ર બૌદ્ધ અનુયાયીઓ વતી ગુજરાત પ્રદેશ ના મુખ્યમંત્રીશ્રી ને રૂબરૂ મળીને મુદ્દાસર રજૂઆત કરેલ.જે અંતર્ગત સાહેબશ્રી દ્વારા હકારાત્મક તેમજ સકારાત્મક પ્રતિભાવ મળેલ.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
