<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

અંબાજીના પાડલિયા ગામની ઘટના બાદ 3 DySP, 10 PI, 12 PSI તેમજ 400 જેટલા પોલીસ કર્મીઓ પંચનામાની કાર્યવાહીમાં જોડાયા

એક હજારથી પણ વધુ પોલીસ જવાનોનો કાફલો અંબાજીમાં ખડકી દેવાયો

અંબાજીમાં પાડલીયાકાંડ બાદ જિલ્લા પોલીસ દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને જિલ્લાના તમામ પોલીસકર્મીઓને અંબાજીમાં તૈનાત કરવામાં આવ્યા છે. 

  શનિવારે પાડલિયા ગામે બનેલી ઘટના બાદ આજે 3 DySP, 10 PI, 12 PSI તેમજ 400 જેટલા પોલીસ કર્મીઓ પંચનામાની કાર્યવાહીમાં જોડાયા છે. 1 હજારથી પણ વધુ પોલીસ જવાનોનો કાફલો અંબાજીમાં ખડકી દેવાયો છે. ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી પોલીસ જરૂર કાર્યવાહીની સાથે હુમલો કરનાર આરોપીઓને પણ દબોચાશે ફરી આવી ઘટના ન બને તે માટે કોમ્બિંગ પણ કરવામાં આવશે..

 

(8:22 PM IST)