<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ચિકદા ગામ નજીક થી રૂ.૮,૭૬,૪૮૦/- નો પ્રોહી મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

( ભારત શાહ દ્વારા ) નર્મદા: દેડિયાપાડા પોલીસ ને બાતમી મળેલ કે, કિશનભાઇ રામાભાઇ વસાવે રહે. તીનખુણીયા તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાસ્ટ્ર) નાઓ મહિંદ્રા કંપનીની કાળા કલરની ફોર વ્હીલ ગાડી ન.GJ-05-JK-3854ની અંદર ઇંગ્લીશ દારૂ ભરીને મહારાષ્ટ્ર રાજ્યના તીન ખુણીયા ગામથી નિકળી દેવમોગરા, થઇને ઉમરપાડા તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બે બોલેરી ગાડી લઈને રેલ્વાભરાડા ચેક પોસ્ટ ઉપર બાતમીવાળી ફોર વ્હીલ ગાડીની વોચમાં હતા તે દરમ્યાન થોડીવારમાં બાતમીવાળી ગાડી આવતા પોલીસની સરકારી વાહનો જોઇને બાતમીવાળી મહિંદ્રા કંપનીની કાળા કલરની ફોર વ્હીલ ગાડી ન.GJ-05-JK-3854ની યુટર્ન મારીને ચિકદા ગામ તરફ નાશી ગયેલ જેથી પોલીસ સ્ટાફના માણસો તેનો પીછો કરતા ચિકદાગામ નજીક બોરિડાબરા ગામ તરફ જવાના રોડની સાઇડમાં મહિંદ્રા કંપનીની કાળા કલરની ફોર વ્હીલ ગાડી ન.GJ-05-JK-3854 ની ઉભી રહેલ હતી અને ડ્રાઇવર કિશનભાઇ રામાભાઇ વસાવે રહે. તીનખુણીયા તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાસ્ટ્ર)નાઓ નાશી ગયેલ હોય જેથી આ ગાડીની તપાસ કરતા કુલ ૩૦ બોક્ષ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા.૮.૭૬,૪૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ છે અને આરોપી કિશનભાઇ રામાભાઇ વસાવે નાશી ગયેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(10:35 PM IST)