News of Sunday, 14th December 2025
મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો વિજય
ચૂંટણીમાં 48 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું :પરિવર્તન પેનલ દ્વારા કહેવાયું હતું કે, હવે બેંકના વિકાસ માટે કામ કરીશું

મહેસાણાની નાગરિક બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલ મેદાનમાં ઉતરી છે. આજે સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મહેસાણા અને અમદાવાદમાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 48 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. આ ચૂંટણીમાં પરિવર્તન પેનલનો વિજય થયો છે. પરિવર્તન પેનલ દ્વારા કહેવાયું હતું કે, હવે બેંકના વિકાસ માટે કામ કરીશું
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
