<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

જાણીતા સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ : જાણીતા સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 જાણવા મળ્યા મુજબ એક અઠવાડિયા પહેલા સગાઈ કરનાર સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે મળેલી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે. તેને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે આજે કિંજલ દવેએ પોતાની સગાઈના કેટલાક ખુબસુરત ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે.

‘ચાર ચાર બંગડીવાળી’ સિંગરે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે ત્યારે લોકો સોશિયલ મીડીયા પર તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તેમની આ સગાઈ સેરેમનીમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા.

કિંજલ દવે આ સગાઈમાં પર્પલ આઉટફીટમાં જોવા મળી હતી. જેમાં તેની ચોળીમાં શાનદાર ભરતકામ પણ હતું. કિંજલ દવેએ હાથોમાં મેહંદી પણ લગાવેલી હતી. ગળામાં સુંદર નેકલેસ પણ પહેર્યો હતો. સાથે મેકઅપ લાઈટ રાખ્યો હતો.

(11:37 PM IST)