News of Monday, 15th December 2025
ગુજરાતના ૪ જિલ્લામાં ૩૩ ટકાથી વધુ મૃત મતદારો નોંધાયા
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ

અમદાવાદ,તા.૧૫: રાજ્યમાં હાલ મતદાર યાદીને લઈ SIRની કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યના ચાર જિલ્લામાં કુલ મતદારો પૈકીના એક તૃતીયાંશ કરતા વધુ મૃત મતદારો નોંધાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
અમદાવાદ રાજ્યમાં હાલ મતદાર યાદીને લઈ SIRની કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યના ચાર જિલ્લામાં કુલ મતદારો પૈકીના એક તૃતીયાંશ કરતા વધુ મૃત મતદારો નોંધાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
મતદાર વિસ્તાર પ્રમાણે જોઈએ તો સૌથી વધુ મૃત્યુ રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયા હતા. ત્યારબાદ વડોદરા શહેર, વેજલપુર, નડિયાદ અને ભરૂચનો ક્રમ આવે છે. જ્યારે સૌથી ઓછા મૃત્યુ કરંજ અને વરાછા વિધાનસભામાં નોંધાયા હતા. ડ્રાફટ મતદાર યાદીમાં સમાવેશ ન થનારા કુલ ૭૩,૯૪,૦૦૦ મતદારોમાંથી આશરે ૨૪.૪ ટકાને SIR દરિમયાન મૃત જાહેર કરાયા હતા. ૨૦૨૫ની યાદીમાં નામ ધરાવતા ૧૮,૦૫,૦૦૦ મતદારોની મૃત તરીકે ઓળખ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મૃત મતદારોની ઓળખ કરવી પ્રમાણમાં સહેલી હતી. જેનું કારણ તલાટી અથવા સરપંચને મૃતકોના નામની ખબર હતી. શહેરી વિસ્તારમાં બીએલઓ માટે આ કામ મુશ્કેલ હતું. તેમને ઘરે ઘરે જઈને આ માટે ચેક કરવું પડતું હતું, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ સમસ્યા નહોતી. મૃતકોની આધાર વિગતોના આધારે મતદાર યાદીઓને અપડેટ કરવામાં આવી રહી છે..
સત્તાવાર ડેટા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લાઓમાં મતદાર યાદીમાંથી મૃત તરીકે ઓળખવામાં આવેલા ૩,૩૬,૦૦૦મતદારોનો સમાવેશ થાય છે. રાવપુરા (વડોદરા શહેરની હદમાં) અને વડોદરા શહેર મતવિસ્તારોમાં મૃત મતદારોની સંખ્યા સૌથી વધુ છે, ત્યારબાદ અમદાવાદમાં વેજલપુર, નડિયાદ અને ભરૂચ મતવિસ્તારોનો ક્રમ આવે છે.
કરંજ વિધાનસભા મતવિસ્તાર, ત્યારબાદ વરાછા વિધાનસભા મતવિસ્તાર (બંને સુરતમાં), મૃત્યુના કારણે સૌથી ઓછા ડિલિશન નોંધાયા હતા. કરંજમાં ૨૬૦૦ અને વરાછામાં ૩૪૧૯ મતદારોને મૃત તરીકે ઓળખવામાં આવ્યા હતા. જિલ્લાઓમાં, ડાંગમાં મૃત્યુના કારણે સૌથી ઓછો કાપ, ૩૯૬૨ નોંધાયો હતો.(૪૦.૨૨)
કયા જિલ્લામાં કેટલા મતદારો અને મૃતકો
જિલ્લો કુલ મતદારો મૃતકોની સંખ્યા
(District) (Total Voters) (Deceased Voters)
અમદાવાદ(Ahmedabad) ૬૨.૬૦લાખ ૨,૨૩,૩૮૪
સુરત(Surat) ૪૮.૭૦ લાખ ૧,૪૬,૮૦૧
વડોદરા(Vadodara) ૨૬.૯૦લાખ ૧,૪૬,૪૯૩
રાજકોટ (Rajkot) ૨૩.૯૦લાખ ૮૯,૪૩૮
આણંદ (Anand) ૧૮.૧૦લાખ ૭૦,૧૪૩
વલસાડ(Valsad) ૧૩.૯૦લાખ ૪૭,૧૩૫
જામનગર(Jamnagar) ૧૨.૪૦લાખ ૪૩,૦૩૯
ગાંધીનગર(Gandhinagar) ૧૩.૯૦લાખ ૫૬,૬૩૦
ભરૂચ(Bharuch) ૧૩.૧૦લાખ ૬૮,૦૪૪
ખેડા(Kheda) ૧૬.૬૦લાખ ૭૩,૨૨૨
વિધાનસભમાં નોંધાયેલા મૃત મતદારો
વિધાનસભા બેઠક કુલ મતદારો (Total) મૃતકોની સંખ્યા
વટવા(Vatva) ૪.૪૦ લાખ ૩૪,૯૦૧
આણંદ(Anand) ૩.૩૦ લાખ ૩૧,૪૬૭
રાજકોટ પヘમિ(Rajkot West) ૩.૭૦ લાખ ૨૪,૮૯૬
ચોર્યાસી(Choryasi) ૬.૧૦ લાખ ૨૩,૫૪૨
નડીયાદ(Nadiad) ૨.૮૦ લાખ ૨૧,૧૯૭
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
