<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ગેરહાજર, સ્‍થળાંતરિત અને મૃત્‍યુની યાદીમાં રહેલા ૧૦.૬૯ લાખ મતદારો અંગે ચકાસણીઃ ૧૮ જિલ્લાઓમાં કોઇ વિસંગતતા નહિ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી અસરકારક

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૫: SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતમાં અસરકારક કામગીરી થઇ રહી છે. ૫.૦૮ કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્‍થળાંતરિત અને મળત્‍યુ) યાદીમાં ધ્‍યાને આવેલી ૧૦.૬૯ લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે છે. ૩૩ પૈકી ૧૮ જિલ્લાઓની ASD યાદીમાં ‘૦' વિસંગતતાઓ.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્‍ટોબર ૨૦૨૫થી રાજ્‍યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે.

SIRની જાહેરાત બાદથી જ રાજ્‍યભરમાં ૫.૦૮ કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન, કાયમી સ્‍થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીયપક્ષોના બૂથ લેવલ એજન્‍ટો વચ્‍ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે ૧૦૦ ટકા સફળ રહ્યું છે. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્‍તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્‍યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અને  મુખ્‍ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

૫.૦૮ કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્‍થળાંતરિત અને મળત્‍યુ) યાદીમાં ધ્‍યાને આવેલી ૧૦.૬૯ લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે છે. રાજ્‍યના કુલ ૩૩ પૈકી ૧૮ જિલ્લાઓની ASD યાદીમાં ૦ વિસંગતતાઓ છે. જ્‍યારે અન્‍ય ૧૫ જિલ્લાઓમાં મળી માત્ર ૪૦૦ વિસંગતતાઓના કિસ્‍સામાં ખરાઈની પ્રક્રિયા પ્રગતિમાં છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્‍યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે

(1:09 PM IST)