News of Monday, 15th December 2025
ગામમાં દારુનુ વેચાણ કે સેવન કરશે તો તેમને પંચાયત સ્તરે મળતા લાભ છીનવી લેવાશે અને પોલીસ કાર્યવાહી કરાશે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂના દૂષણને નાથવા માટે કમર કસી: માલણ ગ્રામ પંચાયતે, દારુના વેચાણ અને સેવન કરવા સામે કડક નિર્ણયો લાગુ કર્યા

બનાસકાંઠાના એક ગામમાં દારુબંધીના કડક અમલ માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામમાં ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો કે, જો કોઈ વ્યક્તિ ગામમાં દારુનુ વેચાણ કે સેવન કરતા જણાશે તો તેને પંચાયતસ્તરે મળતા લાભ છીનવી લેવામાં આવશે. પોલીસ કાર્યવાહી કરાશે.
બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂના દૂષણને નાથવા માટે કમર કસી છે. માલણ ગ્રામ પંચાયતે, દારુના વેચાણ અને સેવન કરવા સામે કડક નિર્ણયો લાગુ કર્યા છે. દારૂ પીતા કે વેચાણ કરતાં જો કોઈ માલણ ઝડપાય છે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં દારૂ સાથે સંકળાયેલને ગ્રામ પંચાયત દ્વારા અપાતી સુવિધા પણ નહીં અપાય. પાણીનું કનેક્શન કે અન્ય કોઈ સુવિધાઓ પણ બંધ કરવાનુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. દારુબંઘી અંગેના તમામ નિર્ણયો મલાણ ગામની ગ્રામસભા યોજીને તેમાં લેવાયા છે. અને આ નિર્ણયો અંગે લોકોને જાણ કરવામાં આવી હતી.
આજે ડાયરામાં પણ લોકો દારૂ પીવે છે. જો હવે લોકો પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી અપાતી દરેક સુવિધા જેવી કે, પાણી, રેશન કાર્ડ, લાઇટ કનેક્શન, જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે દારુનું વેચાણ કે પીનારાને આપવામાં નહીં આવે. ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સલવત, સરકારી યોજનાઓના લાભ અને જરૂરી તમામ સુખ-સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
