News of Monday, 15th December 2025
અમદાવાદમાં રિયલ એસ્ટેટનો ઐતિહાસિક સોદો: બિલ્ડરે એફએસઆઈ પેટે ૧૦૩.૫ કરોડ ચૂકવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એફએસઆઈ પેટે અત્યાર સુધીની સૌથી મોટી આવક થઈ છે. થલતેજ વિસ્તારમાં એક લક્ઝરી પ્રોજેક્ટ માટે બિલ્ડરે વધારાની એફએસઆઈ મેળવવા માટે ૧૦૩.૫ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચાર્જેબલ એફએસઆઈનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, થલતેજ વિસ્તારમાં હેબતપુર રોડ પર ગુલમહોર પાર્ટી પ્લોટ નજીક આકાર લઈ રહેલા એક લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે આ રકમ ચૂકવવામાં આવી છે. અહીં ૩૮ માળની ગગનચુંબી ઈમારત બનવાની છે. આ પ્રોજેક્ટ માટે બિલ્ડરે વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ એટલે કે એફએસઆઈ મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૦૩.૫ કરોડ રૂપિયાની જંગી રકમ ચૂકવી છે. આ સોદો દર્શાવે છે કે અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગ્સની માંગ અને રોકાણનું પ્રમાણ વધી રહ્યું છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
