News of Monday, 15th December 2025
નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગુજરાતની ટીમ રવાના
૧૭મીએ મહારાષ્ટ્ર, ૧૯મીએ રાજસ્થાન અને ર૧મીએ દાદરાનગર હવેલી અને દીવ દમણ સાથે મેચ

રાજકોટ : ગુજરાત સ્ટેટ સીનીયર ફૂટબોલ ટીમ ૭૯ મી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ ર૦રપ-ર૬ રમવા માટે આજે સાંજે જયપુર ખાતે રવાના થયેલ છે. ગુજરાત સાથે ગ્રુપ આઇમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દાદરા નગર હવેલી અને દીવ દમણની ટીમો છે. ગુજરાતની ટીમ આ પ્રમાણે છે. વિશાલ દુબે, અનીરુધસિંહ ઠાકુર, પ્રદીસન મારીયાદાસન, બ્રજેસકુમાર યાદવ, રૂદ્રરાજસિંહ જાડેજા, રોહિત ચાવલા, હર્ષવર્ધન પુરોહિત, જય કાનાણી, મોઇનુદ્દીન, ટફેલ હિંગોરા, સિદ્ધાંત પ્રનય, અક્ષય મલ, મુસમિયન સૈયદ, ધીરજ પ્રકાશ મેહેર, નીરજ કુમાર, ટોટન દાસ, સાંતનું નીનગુરકર, ધર્મેશ પરમાર, યશ ચુડાસમા અને શુભમ ચૌહાણ. ટીમ સાથે કોચ સલીમ પઠાણ, આસી. કોચ અનિલ તોમર, મેનેજર પ્રકાર કોટવાલ અને ફીજીયો મીત પટેલની નિમણૂંક થયેલ છે. ગુજરાત તા. ૧૭ ના મહારાષ્ટ્ર સાથે તા. ૧૭ ના રોજ રાજસ્થાન સાથે અને તા. ર૧ ના રોજ દાદરા નગર હવેલી એન્ડ દીવ દમણ સાથે મેચ રમશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
