<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

કાલે અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા ૨૦૨૫-૨૬ના ઉદ્દઘાટન સમારોહ યોજાશે

તા.૧૬.૧૨.૨૦૨૫ થી તા.૨૨.૧૨.૨૦૨૫ દરમિયાન સચિવાલય જીમખાના, સેકટર-૨૧, ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા

ગાંધીનગર : કેન્દ્રીય મુલ્કી સેવા સાંસ્કૃતિક અને ક્રીડા સંસ્થાન, નવી દિલ્હી દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના કર્મચારીઓ માટે રમત ગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આવી સ્પર્ધાઓ જુદા જુદા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ભારત સરકાર વતી યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા, ૨૦૨૫-૨૬નું આયોજન તા.૧૬.૧૨.૨૦૨૫ થી તા.૨૨.૧૨.૨૦૨૫ દરમિયાન સચિવાલય જીમખાના, સેકટર-૨૧, ગાંધીનગર ખાતે થનાર છે. 

   આ સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ તા.૧૬.૧૨.૨૦૨૫ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સચિવાલય જીમખાના, સેકટર-૨૧, ગાંધીનગર ખાતે મનોજ કુમાર દાસ, આઈ.એ.એસ, મુખ્ય સચિવ(ગુજરાત સરકાર)ના વરદ હસ્તે રાખવામાં આવેલ છે. આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે સંદિપ સાગલે, આઈ.એ.એસ., ડાયરેકટર જનરલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ઉપસ્થિત રહેનાર છે. સ્પર્ધાના સમય દરમિયાન સચિવાલય જીમખાના, સેકટર-૨૧, ગાંધીનગર જાહેર જનતા સ્પર્ધા નિહાળી શકે તે માટે ખુલ્લું રહેનાર છે.

(9:31 PM IST)