News of Monday, 15th December 2025
કાલથી ગુજકેટ-2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે
HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાશે પરીક્ષા : 30મી ડિસેમ્બર સુધીમાં આવેદન ભરી એવું

અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા.૧૯/૧૧/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક ૧૦૨૦૧૨-૧૪૨-સ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૬ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.
ગુજકેટ-૨૦૨૬ પરીક્ષાનું ONLINE આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.૧૬/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૧૨/૨૦૨૫ દરમિયાન ONLINE ભરી શકાશે.
ગુજકેટ પરીક્ષા રૂ.350 SBlePay System મારફત ONLINE (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBlePay ना "SBI Branch Payment" ઓપશન દ્વારા દેશની કોઈપણ SBI Branch માં ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે. જેની શાળાના આચાર્યઓ/વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
