<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

અમદાવાદના સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન પાછું ઠેલાયું: ચામાચીડિયા હોવાના લીધે ઇન્સ્પેક્શન શક્ય ન બન્યું

બ્રિજ અને સ્પાન પાસે આવેલા બોક્સમાં ચામાચીડિયા હોવાના કારણે કામગીરી આગળ વધારી શકાઈ નહીં : રિપોર્ટમાં ઉલ્લેખ

અમદાવાદના સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન પાછું ઠેલાયું છે. બ્રિજના નીચેના ભાગમાં મોટી સંખ્યામાં ચામાચીડિયા હોવાના કારણે ઇન્સ્પેક્શન શક્ય ન બન્યું હોવાનું જણાવાયું છે. એજન્સી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં ચામાચીડિયાની સમસ્યાને મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવી છે.

બ્રિજ અને સ્પાન પાસે આવેલા બોક્સમાં ચામાચીડિયા હોવાના કારણે કામગીરી આગળ વધારી શકાઈ નહોતી. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ચામાચીડિયાના કારણે બોક્સમાં સલામત રીતે પ્રવેશ શક્ય ન હતો, જેના કારણે બોક્સનું ઇન્સ્પેક્શન કરી શકાયું નથી. નોંધનીય છે કે, છેલ્લા 5 મહિનામાં બ્રિજને બંધ રાખવામાં આવ્યો છે.

(9:41 PM IST)