<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સાબરકાંઠામાં ટ્રીપલ અકસ્‍માતમાં ચાર યુવકોના કમકમાટીભર્યા મોત

ઈડર તા.૧૬:  સાબરકાંઠાના ઈડરના રેવાસ નજીક ટ્રીપલ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્‍યા છે, તો અન્‍ય બે લોકો ઈજાગ્રસ્‍ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસારા, ગત રાત્રિએ આ બનાવ બન્‍યો હતો. રેવાસ પાસેની સમાજવાડી પાસે ઈકો, રીક્ષા અને બુલેટ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, ત્રણ યુવકોના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. તો એકનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. જેમાં ઈડરના ભોઈ વાડાના રીક્ષા ચાલક સહીત ચાર યુવાનના મોત નિપજ્‍યા છે.

ઘટના બાદ ઈકો ચાલક ઈકો મૂકીને ભાગી ગયો હતો. બુલેટ ચાલક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. તમામ મૃતક અને ઈજાગ્રસ્‍તોને ઇડર સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા છે. અકસ્‍માતના બનાવને લઈને પોલીસ સ્‍થળ બાદ સિવિલ પહોંચી હતી

(10:31 AM IST)