<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

આટકોટ રાજકોટ હાઈવેનું રૂ.૧૯૩ કરોડના ખર્ચે નવીનીકરણ થશે

 

(ધર્મેશ  કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૧૬: ધારાસભ્‍ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ-ભાવનગર રસ્‍તો રી-સર્ફેસ કરવા મુખ્‍યમંત્રીશ્રીનું ધ્‍યાન દોરેલ જેને ધ્‍યાને લઇ મુખ્‍યમંત્રીશ્રી દ્વારા રાજકોટ તથા ભાવનગર અને અમરેલી જીલ્લાને જોડતા રાજ્‍યનાં હાઈ સ્‍પીડ કોરીડોર નેટવર્કમાં સમાવિષ્ટ રાજકોટ - ભાવનગર રોડ (રાજ્‍ય ધોરીમાર્ગ નં. ૨૫) પૈકી રાજકોટ થી આટકોટ સુધીના રસ્‍તાનાં મજબુતીકરણ, સી.સી. રોડ, રીસર્ફેસીંગ તથા રોડ ફર્નીચરની કામગીરી માટે રૂપિયા ૧૯૩ કરોડ ફાળવવાનો પ્રજાહિતમાં મહત્‍વનો નિર્ણય કર્યો છે.

આ રોડનાં મજબુતીકરણ તથા રીસર્ફેસીંગથી રાજયનાં મહત્‍વનાં જિલ્લા જેવા કે, રાજકોટ, અમરેલી તથા ભાવનગરનના રસ્‍તાનું જોડાણ સુગમભર્યું બનશે તથા ત્રણેય જિલ્લાના વાહનચાલકોને આરામદાયક તથા સુરક્ષિત અને સલામત વાહનવ્‍યવહાર પ્રાપ્ત થશે. આ કામગીરી પેટે  રૂપિયા ૧૯૩ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે જેમાં મુખ્‍યત્‍વે રાજકોટથી આટકોટ વચ્‍ચેની ૪૫.૯૦ કિ.મી. લંબાઈમાં ગામતળની લંબાઈમાં સી.સી. રોડ અને સ્‍ટોર્મ વોટર ડ્રેઈન, રોડનાં મજબૂતીકરણ અને રીસર્ફેસીંગ તેમજ રોડ ફર્નીચર કામનો સમાવેશ થાય છે. આ હાઈસ્‍પીડ કોરીડોરનાં મજબુતીકરણ તથા રીસર્ફેસીંગથી મુસાફરીનો સમય અને બળતણની બચત થશે તેમજ સરળ અને સલામત વાહનવ્‍યવહાર સાથે પરિવહન વધુ ઝડપી બનશે અને લોજીસ્‍ટીક કાર્યક્ષમતામાં વધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.આ હાઈસ્‍પીડ કોરીડોરનાં રીસર્ફેસીંગથી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનાં વિકાસ સાથે આસપાસ વિસ્‍તારોનાં આર્થિક વિકાસને વેગ મળશે જેનાથી વેપાર - ઉધોગ - રોકાણ - પ્રવાસનને ત્‍વરિત જોડાણ પ્રાપ્ત થવાને લીધે અર્થવ્‍યવસ્‍થાને વેગ મળશે. આ રસ્‍તાનાં રીસર્ફેસીંગ તથા મજબુરીકરણથી રાજકોટથી આટકોટની વચ્‍ચે આવતા મુખ્‍ય ગામો જેવા કે, કસ્‍તુરબાધામ, અણિયારા, સરધાર, ખારચીયા, વિરનગર, આટકોટ, રાજસમઢિયાળા, હલેન્‍ડા વિગેરેમાં પ્રગતિનાં નવા દ્વાર ખૂલશે. આ રસ્‍તો સૌરાષ્‍ટ્રનાં હાર્દ સમાન હોય, રસ્‍તાનું મજબુતીકરણ તથા રીસર્વેસીંગ સૌરાષ્‍ટ્રની અર્થવ્‍યવસ્‍થાને વધુ વેગ આપશે

(10:59 AM IST)