<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

રાજકોટ ગુરૂકુલની સુરત શાખામાં અઢી લાખ કલાકથી અખંડ ધૂનઃ મહામંત્ર પર્વની ઉજવણી

સુરત વેડ રોડ ગુરૂકુલમાં સ્‍વામિનારાયણ મહામંત્ર દિનની ઉજવણી પ્રસંગમાં શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી, શ્રી ભકિતવલ્લભદાસજી સ્‍વામી, શ્રી પ્રભુસ્‍વામી, શ્રી ધર્મસંભવ સ્‍વામી વગેરે સંતો જોડાયા હતા.

સુરત તા.૧૬: યંત્ર અને તંત્રના આ યુગમાં તંત્ર વ્‍યકિતને વ્‍યવસ્‍થા આપે છે. યંત્ર વ્‍યક્‍તિને વ્‍યવસ્‍થા સાથે સુવિધા આપે છે. જ્‍યારે મંત્ર તો અશકયને શકયતામાં ફેરવી દેનારું મહત્‍વનું પરિબળ છે એમ વેડ રોડ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજકોટથી પધારેલ પૂજ્‍ય મહંત શ્રી દેવપ્રસાદાસજી સ્‍વામીએ કહ્યું હતું.

શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યુસાર સુરતના વેડરોડ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે છેલ્લી ૨,૪૫,૦૦૦ કલાકથી અવિરત દિન રાત અખંડ ‘‘સ્‍વામિનારાયણ'' મહામંત્રની ધુન ચાલી રહી છે. તપોનિષ્ઠ અખંડ ભગવત પરાયણ પૂજ્‍યશ્રી જોગી સ્‍વામીએ ૧૯૯૭ માં ધૂન શરૂ કરાવેલ.

સુરત ગુરુકુલના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસાર ચાલતી આ ધૂનમાં ૪૦૦૦ મહિલા અને ૩૫૦૦ યુવાનો ઉપરાંત બાળકો અને સાધુ સંતો ભાગ લઈ રહ્યા છે. આ ધૂન સમગ્ર સ્‍વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું  અને સુરતનું એક નવલું નજરાણું છે.

શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું કે આજની સફલા એકાદશીએ સ્‍વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ થયેલ છે. આજથી ૨૨૪ વર્ષ પહેલાં શરૂ થયેલ સંપ્રદાય દેશ અને દુનિયામાં વિસ્‍તરેલ છે. સંપ્રદાયના કરોડો અનુયાયીઓ નિર્વ્‍યસની અને સદાચારમય જીવન જીવી રહ્યા છે. સંપ્રદાયના જુદા જુદા ફિરકાઓ દ્વારા આજે વિશ્વમાં હજારો મંદિરો, ૨૦૦ ઉપરાંત ગુરૂકુલો તથા ૪૦૦૦ ઉપરાંત સંતો દ્વારા ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવાઓ થઈ રહી છે.

ગઇકાલે સવારે ભગવાનને ષોડશોપચારથી અભિષેક, રાજોપચાર પૂજન, મહાનિરાજન આરતિ, સારસિદ્ધિ ગ્રંથની કથા, હરિસ્‍મળતિ ગાન, સ્‍વામિનારાયણ મંત્રનું પૂજન, જ્‍યાં ૨૮ વર્ષથી અખંડ ધૂન ચાલી રહી છે તે ધૂનમંડપનું પૂજન કરવામાં આવેલ. ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ મંત્ર મહિમાના રૂપક તેમજ નળત્‍ય વગેરે કરેલા .

આ પ્રસંગે નવસારીથી શ્રી ભક્‍તિવલ્લભદાસજી સ્‍વામી, નીલકંઠધામ પોઇચાથી શ્રી ધર્મસંભવ સ્‍વામી, વડોદરાથી શ્રી અખિલેશ સ્‍વામી, બ્રહ્મર્ષિ સ્‍વામી, ભરૂચથી શ્રી દેવપ્રકાશ સ્‍વામી વગેરે સંતો પધારેલા.

અંતમાં હજારો ભક્‍તોએ સંતોના હાથે વઘારેલ રીંગણાનું શાક અને બાજરાના રોટલાનો પ્રસાદ લીધેલ. 

(2:10 PM IST)