News of Tuesday, 16th December 2025
લગ્નના સમયે ગુમ વરરાજા આપઘાત કરે તે પહેલા અમદાવાદ પોલીસે મુંબઈ પહોચી જીવ બચાવ્યો
લગ્નમંડપમાં બહેનો ગીતો ગાઈ રહી હતી, સર્વત્ર આનંદ ઉલ્હાસ હતો, સહુ આવી ગયા , ઘડીઓ ગણાઈ રહી હતી પણ એકાએક સહુ લગ્નમંડપ છોડી જેનું સામૈયું કરવાનું હતું તેની વિરુદ્ધ ફરિયાદ કરવા દોડયા પોલીસનું નામ સાંભળતા ઘણાના મનો; ચક્ષુ સમક્ષ અલગ ચિત્ર ઉપસે છે, તેવા લોકો પણ અમદાવાદ પોલીસનું આ માનવીય અભિગમવાળું રૂપ નિહાળી આફ્રિન પોકાર્યા વગર રહી નહિ શકે

રાજકોટ, તા.,૧૬ : પોલીસનું નામ કાને સંભળાતા એક અલગ પ્રકારનો ચહેરો મોટાભાગના લોકો સમક્ષ ઉપસે છે, પરંતુ આ કલ્પના ભલે ખોટી ન હોય પણ અર્ધ સત્ય જેવી છે, અને આ કિસ્સાની હકીકત જાણ્યા પછી બધી પોલીસ આપણી કલ્પના મુજબ હોતી નથી, પણ માનવીય અભિગમવાળા અધિકારીઓ પણ છે જે ચોક્કસ લાગવા સાથે પોલીસ ધારે તો શું ન કરી શકે તેનો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમા આવવા સાથે પોલીસને સેલ્યુટ કરવાનું મન થયા વગર નહિ રહે.
આ અજબ ગજબ જેવો કિસ્સો અમદાવાદનો છે, અહીંના ઇંસનપુરા વિસ્તારના એક યુવાનના લગ્ન મુંબઈની એક યુવતી સાથે નક્કી થયેલ, વરરાજા જાન લઈ અમદાવાદ જાય તેના બદલે કન્યાપક્ષ સામેથી અમદાવાદ આવે તેવું નક્કી થયું હશે, એટલે કન્યા પક્ષ અમદાવાદ આવી ગયો, લગ્નન સમયે સહુ ખુશાલી મનાવતા હતા, પણ લગ્ન સમયે વરરાજા નિકુંજ ગુમ થતા આનંદ આફત અને આક્રોશમાં ફેરવાયો.
સમગ્ર મામલો ઇસનપુર પોલીસ મથક સુધી પહોંચ્યો, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ જાડેજા ખૂબ અનુભવી અધિકારી હોવાથી મામલાની ગંભીરતા સમજી વરરાજાની તપાસ કરવા સાથે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી. પોલીસ કમિશ્રર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક , સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ભગીરથ ગઢવી સુધી પહોચતા આ પ્રશ્ન કુનેહથી ઉકેલવાનું નક્કી કરી ટેકનીકલ નિષ્ણાત એવા acp યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ભગીરથ બી એસ જાડેજા ટીમને કાર્યરત કરી.
પોલીસ ઇન્સપેકટર બી.એસ. જાડેજાના માર્ગદર્શન અને સુચના મુજબ અ.હેડ.કોન્સ શંકરભાઇ વાલજીભાઇ તથા વુ.પો.કોન્સ માનસીબેન રમેશભાઇ નાએ સદર ગુમ થનારને શોધી કાઢવા સારૂ, ગુમ થનારની ઘરની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા ગુમ થનાર એક ટેકસી કારમાં બેસીને બહાર જતા હોવાનુ જણાઇ આવેલ હતુ. ત્યારબાદ ગુમ થનારનો એક મોબાઇલ ફોન ઘરે રહી ગયેલ હોય જેની તપાસ કરતા ગુમ થનારએ ઇન્ડીગો એરલાઇન્સમાં મુંબઇની ટીકટ બુક કરેલાનુ જણાઇ આવેલ, તેમજ ગુમ થનાર યુવાનની બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ તપાસ કરતા ગુમ થનાર યુવાને તા.૧૧/૧૨/૨૦૨૫ ના રોજ મુંબઇ ખાતે આવેલ માટુંગા ઇન્ટરનેશનલ હોટલના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલ હોવાનુ જણાતા, ગુમ થયેલ યુવાને માટુંગા ઇન્ટરનેશનલ હોટલમાં રૂમ બુક કરાવેલ હોવાનુ જણાઇ આવેલ હતુ.
જેથી તાત્કાલીક નાયલ પોલીસ કમિશ્રરશ્રી ઝોન-૬ ભગીરથ ગઢવી પાસેથી મુંબઇ તપાસમાં જવાની મંજુરી મેળવી મુંબઇ ખાતે તપાસમાં જવા ટીમ રવાના કરેલ. મુંબઇથી સ્થાનીક પોલીસની મદદ મેળવી ઉપરોકત હોટલમાં તપાસ કરતા ગુમ થનાર યુવાન મળી આવેલ હતા. જેના ડાબા હાથના કાંડાના ભાગે નસ કાપેલ હોય, અને આત્મહત્યા કરવા માટે ગળેફાંસો ખાવાની તૈયારી કરતા હોય, ઇસનપુર પોલીસ હોટલમાં સમયસર પહોંચી જઇ ગુમ થનારને તાત્કાલીક મુંબઇ ખાતે સારવાર કરાવી પૂછપરછ કરતાં, આ ગુમ થનાર યુવાનને લગ્ન ના કરવા હોય, અમદાવાદથી ભાગી જઇને મુંબઇ ખાતે આવી ગયેલ હતા. અને હોટલમાં પોતે આ બનાવના કારણે માનસીક તાણ અનુભવતા હોય જેથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલ હતો.
જેથી તાત્કાલીક નાયલ પોલીસ કમિશ્રરશ્રી ઝોન-૬ ભગીરથ ગઢવી પાસેથી મુંબઇ તપાસમાં જવાની મંજુરી મેળવી મુંબઇ ખાતે તપાસમાં જવા ટીમ રવાના કરેલ. મુંબઇથી સ્થાનીક પોલીસની મદદ મેળવી ઉપરોકત હોટલમાં તપાસ કરતા ગુમ થનાર યુવાન મળી આવેલ હતા. જેના ડાબા હાથના કાંડાના ભાગે નસ કાપેલ હોય, અને આત્મહત્યા કરવા માટે ગળેફાંસો ખાવાની તૈયારી કરતા હોય, ઇસનપુર પોલીસ હોટલમાં સમયસર પહોંચી જઇ ગુમ થનારને તાત્કાલીક મુંબઇ ખાતે સારવાર કરાવી પૂછપરછ કરતાં, આ ગુમ થનાર યુવાનને લગ્ન ના કરવા હોય, અમદાવાદથી ભાગી જઇને મુંબઇ ખાતે આવી ગયેલ હતા. અને હોટલમાં પોતે આ બનાવના કારણે માનસીક તાણ અનુભવતા હોય જેથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલ હતો.આમ ઇસનપુર પોલીસે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ યુવાનને મુંબઇ ખાતેથી શોધી કાઢી આત્મહત્યા કરતા બચાવી ઇસનપુર પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સપેકટર બી.એસ.જાડેજા સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા યુવાનને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોય, સામાન્ય મુંઝવણના કારણે આત્મહત્યા કરવી, એ સમાધાન નહિ હોવાની સમજ આપી, પરિવારજનોને બોલાવી સોંપવામાં આવતા, પરિવારજનો ભેટીને રડવા લાગેલ અને ઈસનપુર ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, એક યુવાનને આત્મહત્યા કરવા બચાવતા અને નવું જીવન આપતા, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. પોલીસે પણ આવુ કોઇ પગલુ નહિ ભરવા યુવાનને સલાહ આપી હતી.
આમ ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે નિકળી ગયેલ યુવાનને મુંબઇ ખાતેથી શોધી કાઢી આત્મહત્યા કરતા બચાવી પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું હતું.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
