News of Tuesday, 16th December 2025
બગોદરા પાસે ૪૮ લાખનો દારૂ પકડાયો
સંતરા ભરેલ ટ્રકની તલાશી લેતા દારૂનો જથ્થો મળ્યોઃ પ૮.૪૦ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ

રાજકોટ, તા., ૧૬ : થર્ટી ફર્સ્ટ પુર્વે દારૂની રેલમછેલ હોય તેમ આજે બગોદરા પાસે વાહન ચેકીંગ દરમ્યાન સંતરા ભરેલ ટ્રકની તલાશી લેતા ૪૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બે શખ્સોની ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ બગોદરાના પીઆઇ યુ.બી. જોગરાણા તથા પીએસઆઇ આર.એસ.રબારી સહીતનો સ્ટાફ બગોદરા ટોલ ટેકસ પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે સંતરા ભરેલ આઇશર ટ્રકની તલાશી લેતા સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટની વચ્ચે વિદેશી દારૂની પેટીઓ ર૯પ , બોટલ નંગ ૧૪,૧૬૦ કિંમત ૪૮.૧૪ લાખનો જથ્થો મળી આવતા ટ્રક સહિત પ૮.૪૦ લાખના મુદામાલ સાથે ડ્રાઇવર રણવીરસિંહ રણજીતસિંહ રાજપુત(રહે. મૂળ હિમાચલ પ્રદેશ, હાલ ચંદીગઢ) તથા શેરસિંહ રતનલાલ (રહે. મુળ હિમાચલ પ્રદેશ)ની ધરપકડ કરાઇ હતી.
તેમજ દારૂનો જથ્થો મોકલનાર મનીષ શર્મા (રહે. હરીયાણા) તથા દારૂનો જથ્થો મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
