News of Tuesday, 16th December 2025
ગુજરાતમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ
પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવી નહીં.

ગાંધીનગર : ગુજરાતમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે
ગૃહ વિભાગે જારી કરેલા નોટિફિકેશન મુજબ, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ, વિજ્ઞાપનો, સામાજિક સંગઠન તેમજ અલગ-અલગ જન સમુદાયનાં માધ્યમથી મળેલી વિગતો મુજબ રાજ્યમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ, વિજ્ઞાપનો, સામાજિક સંગઠન તેમજ અલગ-અલગ જન સમુદાયનાં માધ્યમથી મળેલી વિગતો મુજબ રાજ્યમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઈટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પર્ફેકટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચૂરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનો વિગેરે ઉપર સરળતાથી ઉપલબ્ધ થઈ રહેલ છે. જેના પરિણામ સ્વરૂપ યુવા વર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયેલ છે. આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબત નાગરીકોના હિત માટે આવશ્યક જણાય છે.
આમ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩)થી આપવામાં આવેલ સત્તાની રૂએ, ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી નીચે મુજબના આદેશો જાહેર કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવી નહીં.
આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS) ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
