<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓના રૂ.2800 કરોડની રકમના ચેક વિતરણ કરશે

મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે રૂ. 2800 કરોડની ગ્રાન્ટ-સહાયની આ રકમ રાજ્યના શહેરી વિકાસને નવી ગતિ આપશે.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ આવતી કાલ તા. 17 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 3-00 કલાકે અમદાવાદમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 2800 કરોડની રકમના ચેકના વિતરણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં 2025નું આ વર્ષ મુખ્યમંત્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે રૂ. 2800 કરોડની ગ્રાન્ટ-સહાયની આ રકમ રાજ્યના શહેરી વિકાસને નવી ગતિ આપશે. 
ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના અધ્યક્ષ સ્થાને યોજનારા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે

(7:16 PM IST)