<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સુરતના કીમ ખાતે ગોવિંદ નગર બહાર ગેસ લાઈનમાં મોટું ભંગાણ :મોટી દુર્ઘટના ટળી

ગટરની કામગીરી માટે ખોદકામ દરમિયાન અચાનક ગેસની પાઇપલાઇન લીકેજ થઈ ગઈ અને તેમાં મોટું ભંગાણ પડ્યું

સુરત જિલ્લાના કીમ ખાતે આવેલા ગોવિંદ નગર બહારના વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ છે. અહીં ગટરની કામગીરી માટે ખોદકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ગેસની પાઇપલાઇન લીકેજ થઈ ગઈ હતી અને તેમાં મોટું ભંગાણ પડ્યું હતું. ગેસ લીકેજ થવાની જાણ થતાં જ તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા.

તુરંત જ ગેસ કંપની દ્વારા કીમ વિસ્તારમાં ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેસ પુરવઠો બંધ કર્યા બાદ કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલમાં લીકેજ થયેલી પાઇપલાઇનને રિપેરિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેથી રહેવાસીઓને ગેસ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય.

(11:39 PM IST)