News of Wednesday, 17th December 2025
બે માસમાં ત્રણ ખૂંખાર અપરાધીઓને પગમાં ગોળી 'યે તો સિર્ફ ઝાંખી હૈ'
એન્કાઉન્ટરને કારણે પોલીસ અધિકારીઓ, સ્ટાફને જેલમાં જવું પડતા પોલીસનું ભાંગેલ મનોબળ અને લુખ્ખાઓની હિંમત ડોન બનવા સુધી પહોચતા હર્ષભાઈ સંઘવીએ પોલીસની અસલી તાકાત બતાવવા આહવાન કરતા, પોલીસ માટે તો દોડવું હતું અને ઢાંળ મળવા જવું થયું: પોલીસ પર હુમલાનો જવાબ આખી જિંદગી યાદ રહે તે રીતે આપવાનો સિલસિલો શરૃ : ધાર્મિક તહેવારોમાં ગડબડ કરી લોકોનો લાગણી દુભાવનારની આગવી ઢબે સરભરા વડોદરા, સુરત પોલીસે કરી મેસેજ આપવાની કોશિશ કરી પણ ચોક્કસ રીઢા તત્વોએ હળવાશથી વાત લીધી : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના માર્ગદર્શનમાં અને ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા ટીમ, રાજદીપસિંહ નકુમ ટીમ અને આલોક કુમારની ટીમ દ્વાર પોલીસ પર હુમલો થતા ગોળીઓ છૂટશે તેવું આડકતરું કહી દેવાયું છે : જસદણ પંથકમાં બાળકી ઉપર દુષ્કર્મ સાથે રાક્ષસી કૃત્ય કરનારને આગવી ઢબે સરભરા કરવા કાળઝાળ બનેલ રેન્જ વડા અશોક કુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે આદેશ આપી દીધેલઃ એમાં પોલીસ પર હુમલો કરવાની ભૂલ ભારે પડી, બે ગોળીઓ પગમા મારી અને ત્રીજી ગોળી છુટે તે પહેલા આરોપીને મોત દેખાઈ ગયેલ : વડોદરા અને રાજકોટમાં વિવિધ ગેંગો વિરુદ્ધ આજે સુધી ભાગ્યેજ થયેલ હોય તેવા આકરા પગલા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને સીપી બ્રજેશ ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, sog Pi એસ.એમ. જાડેજા ટીમે લેવડાવતા લોકોમાં રાહતની લાગણી જન્મી હતી

રાજકોટ, તા.૧૭: ગુજરાત પોલીસ એન્કાઉન્ટર મામલે મોટા અધિકારીઓ અને સ્ટાફને જેલમાં જવું પડે તેવી હાલત થતા,પોલીસ તંત્રમાં હતાશા આવી ગયેલ, આ હતાશાનો લાભ માથાભારે અપરાધીઓ બરોબર ઉઠાવવા લાગ્યા, અને લોકોમાં પોલીસની ધાક ન હોવાના મેસેજ જવા લાગ્યાં, આ બધી બાબતો ગાંધીનગર સુધી પહોંચેલ, આ પરિસ્થિતિ નિવારવા શરૃઆતમાં ધાર્મિક તહેવારો પ્રસંગ્રે ગરબડી કરનારને જાહેરમાં પાઠ ભણાવવાથી થયો. આમ પોલીસની ગાડી ધીરે ધીરે સ્ટાર્ટ થયેલ, ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ તો જાહેરમાં કહ્યું કે, લોકોને પીડનારા માથાભારે તત્વોના વરઘોડા નીકળશે અને આગવી ઢબે સરભરા થશે.
ગાંધીનગરની આવી નીતિથી પોલીસ તત્ર પણ હવે ઓરિજિનલ રૃપમાં આવવા લાગ્યું અને આ શરૃઆત સુરત પોલીસ કમિ'ર અનુપમસિહ ગેહલોત કે જેમણે એક યુગમાં રાજકોટમાં વીણી વીણીને કડવા લીંબડાનો સ્વાદ ચખાડેલ તેમના અને જોઇન્ટ પોલીસ કમિ'ર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં થયો, સુરતમાં આ નેતૃત્વ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા ટીમે અને એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ ટીમ દ્વારા સાંભળવામાં આવ્યું
સુરતના સહુથી મોટા ડોન બનવા માટે કારણ વિના હત્યા કરનાર સલીમ લસ્સીને પકડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પર હુમલાનો પ્રયાસ કરનાર સલીમ લસ્સીના પગમાં ગોળી મારી દેતા, સન્નાટો મચી ગયેલ.
રાજકોટમાં જાહેરમાં ભારતીય જનતા પક્ષના ડોકટર સેલના અગ્રણી ડો.અમિત હાપાણીની હોસ્પિટલ પાસે ફાયરિંગ કરનાર બન્ને ગેંગોને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ટીમ અને ખાસ કરી એસ ઓ જી પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ. જાડેજા ટીમે આગવી ઢબે સરભરા સાથે તમામને ગુજસીટોક અંતર્ગત જેલ ભેગા કરી જબ્બર ધાક બેસાડી.
રાજકોટ રેન્જ અર્થાત્ ઉતર સૌરાષ્ટ્રના વડા અશોક કુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને જસદણ પંથકમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને રાક્ષસી કૃત્ય કરનાર આરોપીનું રિ કન્સ્ટ્રકશન કરતી વખતે અચાનક ધારિયું ઉપાડી પોલીસમેન ધર્મેશભાઈ બાવળિયા પર હુમલો કરીખુલ્લો પડકાર કરવાની ભૂલ કરનાર આરોપી ઉપર બે ગોળી પગમાં મારી દેતા, ત્રીજી ગોળી મારે તે પહેલા પોલીસને આજીજી કરેલ, આ આરોપી સામે રેન્જ વડા અશોક કુમાર યાદવ અને રૃરલ એસપી વિજયસિંહ ગુર્જર કાળઝાળ હતા તેમાં આરોપીએ ભૂલ કરતા બારોબાર મેસેજ પાઠવ્યો.
આ દરમિયાન ગઈકાલે સુરતમાં ફરી મોટા ડોન બનવા માગતા હોય તેમ ગુજસીટોક હત્યા સહિત ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર સહિત બે શખ્સોના અપહરણ કરનાર અપરાધી શિવા ટકલાને અમદાવાદથી સુરત લાવતા સમયે રસ્તામાં પોતાને વોમીટ થતી હોવાનું બહાનું કાઢી પોલીસ પર વજનદાર પથ્થરથી હુમલો કરી નાશી છુટવાનો પ્રયાસ કરનાર શખ્સ પર સાથેના પીએસઆઇ દ્વારા સ્વ બચાવમાં ગોળી મારતા, પોલીસ વધુ ગોળીઓ છોડે તે ફેકટરી માફી માંગી, કરવરવા લાગેલ તેમ ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
