News of Wednesday, 17th December 2025
ગાંધીનગરની કેટલીક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ
કલોલની આવિષ્કાર શાળા, ખોરજની જેમ્સ અને જેનેસિસ શાળાઓને પણ ધમકી મળી

અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે. ઈ-મેઈલમાં બપોરે 1.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં કલોલની આવિષ્કાર શાળા, ખોરજની જેમ્સ અને જેનેસિસ શાળાઓને પણ ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સુરક્ષા બળોને તાત્કાલિક કાર્યવાહી માટે નિયુક્ત કરી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે તરત જ સંચાલકોએ જરૂરી પગલાં લીધા છે અને મામલે તપાસ ચાલુ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
