<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

રાજયમાં ઠંડીનો ચમકારો :નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાતા લોકોએ તાપણાનો લીધો સહારો

વડોદરામાં 11.8 ડિગ્રી, પોરબંદરમાં 12.9 ડિગ્રી, કંડલામાં 13.1 ડિગ્રી અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ : રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, પવનની દિશામાં ફેરફાર થતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, બે દિવસ બાદ પૂર્વ તરફ પવન ફૂંકાતા ઠંડી ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાદળછાયુ વાતાવરણ રહેશે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 11.8 ડિગ્રી, પોરબંદરમાં 12.9 ડિગ્રી, કંડલામાં 13.1 ડિગ્રી અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ભુજમાં 14.4 ડિગ્રી, કેશોદમાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 15.4, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, દીવમાં 16.4, દમણમાં 17.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.2 ડિગ્રી, સુરતમાં 18.9 ડિગ્રી, ભાવનગરમાં 18 ડિગ્રી, વેરાવળમાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

(1:45 PM IST)