News of Wednesday, 17th December 2025
ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ અરજી કરવાની મુદતમાં છ માસનો વધારો
જો તમારૂ ઘર કે તમારી સોસાયટી ગેરકાયદેસર હોય અને તમારે કાયદેસર કરાવવી હોય તો રાજ્ય સરકારે મોટી રાહત આપી : રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કર્યો છે : ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના પૂર્ણ થઈ રહેલી સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી

અમદાવાદ, તા.૧૭: રાજ્યમાં મહાનગરો અને નગરોમાં ગેરકાયદે બંધાયેલા બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરી નિયમબદ્ધ કરી આપવાના કાયદાની મુદત રાજ્ય સરકારે પાંચમી વખત લંબાવી છે. આથી હવે આજથી શહેરમાં વધુ છ મહિના સુધી આવા બાંધકામો રેગ્યુલરાઇઝકરવામાં આવશે. ગુજરાત અનધિકળત વિકાસ નિયમિત કાયદા ૨૦૨૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી ૬ મહિના માટે લંબાવી દેવામાં આવી છે. ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ના પૂર્ણ થઈ રહેલી સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. હવે જે લોકો પોતાના બાંધકામને કાયદેસર કરાવવા ઈચ્છે છે તેણે ૧૬ જૂન ૨૦૨૬ પહેલા અરજી કરવી પડશે.
ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવાની મુદ્દતમાં વધારોઃ રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવાની સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે અત્યાર સુધી ૮૨ હજાર જેટલી અરજીઓ આવી છે. જેમાં ૨૪ હજાર અરજીઓ મંજૂર પણ કરવામાં આવી છે.
ઈમ્પેક્ટ ફી ભર્યા બાદ કાયદેસર થઈ જશે બાંધકામઃ ઇમ્પેક્ટ ફી એટલે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ફી છે જે સરકાર દ્વારા લેવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોના ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામોને તોડી પાડ્યા વગર ફી ભરીને કાયદેસર બનાવવાનો છે. આ કાયદો ૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોંને લાગુ પડે છે.
લાખો લોકોને થશે ફાયદોઃ રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કરાતા તેનો લાભ ગુજરાતભરમાં લાખો લોકોને મળી શકે છે. જે લોકોના બાંધકામ ગેરકાયદેસર છે તેણે સ્થાનિક તંત્રમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેની તપાસ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવામાં આવશે
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
