<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

સુરતના પલસાણામાં માખીગા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ : કેમિકલ ભરેલું એક ટેન્કર તેમજ અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના 10થી વધુ વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા

સુરત જિલ્લાના પલસાણામાં માખીગા ગામે આવેલી શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે કંપનીમાં રહેલું કેમિકલ ભરેલું એક ટેન્કર તેમજ અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના 10થી વધુ વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે ભારે પ્રયત્નો શરૂ કર્યા. હાલ આગના કારણો અંગે તપાસ ચાલી રહી છે.

(7:04 PM IST)