<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

સુરતના પુણા વિસ્તારમાં કારચાલક પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો

એક આરોપીએ દૂધના કેનના ઢાંકણા વડે હુમલો કર્યો :સમગ્ર ઘટના નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ

સુરતના પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોની બેફામ હરકતો સામે આવી છે. વાહન ચલાવવા બાબતે થયેલા વિવાદમાં કારચાલક પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો, જેમાં એક આરોપીએ દૂધના કેનના ઢાંકણા વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાને લઈ વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પુણા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

(7:27 PM IST)