<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

રાજપીપળા કરજણ. સિંચાઈ યોજનાના રોજમદાર કર્મચારી રૂ.4500 ની લાંચ લેતા ઝડપાયો

રોજમદાર સાથે પેન્શન વિભાગના કર્મચારીની.પણ.સંડોવણી.હોય બે.વિરુદ્ધ ગુનો દાખલ

(  ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી કરજણ. સિંચાઈ યોજનાનો રોજમદારને રૂ. 4500 ની લાંચ લેતા. ACBએ ઝડપી.પાડ્યો હતો.

     પ્રાપ્ત માહિતી.મુજબ રાજપીપળા કરજણ સિંચાઈ યોજનાંમાં કામ. કરતા રોજમદાર મહેશભાઇ ખોડાભાઇ વસાવા રોજમદાર ( રહે,ગામ ચીત્રાવાડી, ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓએ મુકેશભાઇ આર. પટેલ, (પેન્શન વિભાગ) બ્લોક નં-૧૮, પેન્શન એન્ડ પ્રોવીડન્ડ ફંન્ડ નિયામકની કચેરી જુના સચિવાલય ગાંધીનગર સાથે મળી ખેતેશ્વર મેડીકલ એન્ડ જનરલ  સ્ટોરની સામે, ટેકરા ફળીયા જતા રોડ ઉપર, સુર્યા કોમ્પલેક્ષ સંતોષ ચાર રસ્તા રાજપીપલા પાસે ફરીયાદી તા.૩૦/ ૦૯/ ૨૦૨૫ ના રોજ કરજણ જળાશય સિંચાઇ યોજના રાજપીપલા ખાતેથી નિવૃત થયેલ હોય. આ ફરિયાદીના પેન્શન મંજુર કરાવવા માટે મહેશ વસાવા જે કરજણ જળાશય સિંચાઈ ની ઓફિસમાં સિનિયર ક્લાર્ક સાથે કામ કરતો હોય તેને મળતા તેઓએ જણાવેલ કે તમારી સર્વિસ બુક ગાંધીનગર મોકલી આપેલ છે. તે મંજુર કરવા માટે રૂ।.૪૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન મહેશ વસાવા એ ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી લાંચ પેટે રૂ.૪૫૦૦/- લાંચ ની રકમ સ્વીકારી તથા લાંચના છટકા દરમ્યાન મુકેશ પટેલ એ લાંચની સ્વીકૃતિ આપી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મહેશ વસાવા સ્થળ ઉપર પકડાઈ જઈ કર્યો.હોય હાલ મહેશ વસાવા ઝડપાઈ ગયો.છે જ્યારે મુકેશ પટેલ ની શોધખોળ ચાલુ છે
આ. સફળ છટકા માં ટ્રેપ કરનાર અધિકારી માં ડી.ડી. વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપલા તથા સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી  બી.એમ.પટેલ, ઈન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા નાઓ નો સમાવેશ થાય છે.

(10:45 PM IST)