News of Wednesday, 17th December 2025
રાજપીપળા વિવિધ વેપારી મંડળ દ્વારા એસટી ડેપો મેનેજરને બસ બાબતે રજૂઆત કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વિવિઘ વેપારી મંડળના કારોબારી સભ્યોએ રાજપીપલા એસટી ડેપો મેનેજર મનીષ રાજની મુલાકાત કરી ઘણા સમયથી વડોદરા એસટી ડેપોમાંથી વડોદરા એક્સપ્રેસ બસ કીર્તિસ્તંભ અંદર આવતી બંધ હતી, આ વાત રાજપીપળા વિવિધ વેપારી મંડળના સભ્યએ જણાવતા કે વડોદરાથી ડેપોમાંથી એક્સપ્રેસ બસ કીર્તિસ્થભ આવતી નથી. તથા રાજપીપલાથી વડોદરા, ગોધરા, દેડીયાપાડા તરફ જતી બસો સંતોષ ચાર રસતા થઈને જાય તે માટેની રજૂઆત કરવા એસટી ડેપોના મેનેજરની રુબરુ મુલાકાત કરી ત્યારે ઉપરોકત વાત ધ્યાનમાં લઈ ડેપો મેનેજરે અમને મૌખિક જણાવ્યું કે હવેથી તમામ એક્સપ્રેસ બસો વડોદરા કીર્તિસ્થંભ અંદર આવીને નીકળશે તથા રાજપીપલાથી જતી બસો સંતોષ ચાર રસતા થઈ ને જશે એવી ખાતરી આપતા મંડળના પ્રમુખ હિમાશુંભાઈ દેસાઈ, માજી પ્રમુખ જયેશ ગાંધી મંત્રી ગોપાલ પંચોલી તેમજ ગાયત્રી મેડિકલ રાકેશભાઈ અને મંડળના માજી મંત્રી હરનીશ પંચાલ એ ડેપો મેનેજર નો આભાર વ્યક્ત કર્યો હતો.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
