<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

તિલકવાડા તાલુકાના નળ ગામે પાણી બાબતે પડોશીઓ વચ્ચે મારામારી : સામ સામી ફરીયાદ

આ બબાલમાં એક પક્ષે કુહાડી અને ફરસી જેવા હથિયારનો ઉપયોગ કરી ઇજા પહોંચાડી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નળ ગામે ગામેં પાણી બાબતે પડોશીઓ વચ્ચે મારામારી બાદ મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે

    પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના નળગામમાં થયેલી પાડોશીઓ વચ્ચેની મારામારીમાં કુલ 8 સામે ગુનો દાખલ થયો છે જેમાં પ્રથમ.ફરિયાદ મુનીરશાબ બાબાસાબ રાઠોડ (રહે.નળગામ મોટુંફળિયુ તા.તિલકવાડા) નાઓ આપતા જણાવ્યું કે તેમનું રહેણાંક ઘર પાડોસી ના ઘરથી ઉંચુ હોય વરસાદનું પાણી પડતા તેમના આંગણામાં થઇને જતુ હોય જેથી મુનીરશાબ એ
તેની હદમા વાડામાં પાણી ન જાય તે માટે રોકવા માટે પાળી બનાવેલ જે પાળી પર આ.લોકો મોટર સાયકલ લઇ જતા બોલાચાલી બાદ ફરીયાદીને માથાના ભાગે લાકડી મારી સ્વેચ્છા પુર્વક વ્યથા કરી તેમજ ફરીયાદીના દિકરા નિઝામુદ્દીને ડાબા હાથના પંજાના ભાગે લાકડી મારતા હાથની ચોથી આંગળી પર ફેક્ચર ઈજા કરી તેમજ સામાવાળા એ માથાના ભાગે લાકડી મારી સ્વેચ્છા પુર્વક વ્યથા કરી તેમજ (૧) જાકીરહુસેન ઇબ્રાહીમ રાઠોડ (૨) સફીમહંમદ લતીફખા રાઠોડ(૩) રૈયાન અલ્તાફહુસેન રાઠોડ(૪) આરેફાબીબી જાકીરહુસેન રાઠોડ (તમામ રહે.નળગામ તા.તિલકવાડા જી.નર્મદા ) નાઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યો હતો.
    જ્યારે બીજી ફરિયાદ ઝાકીર હુસેન ઇબ્રાહિમખા રાઠોડ રહે.નળગામ ની ફરિયાદ મુજબ મોહમદ રૈયાન અલ્તાફ હુસેન રાઠોડ (રહે.નળગામ )એ ફરીયાદી ઝાકીર હુસેન ઇબ્રાહિમમિયા ના ઘરે પોતાની મોટર સાઇકલ લઇને ગયેલ અને તે પછી મોહમદ રૈયાન નાઓ પરત પોતાના ઘરે જઈ રહેલ હતો. તે વખતે (૧) જાકીરહુસેન ઇબ્રાહીમ રાઠોડ(૨) સફીમહંમદ લતીફખા રાઠોડ(૩) રૈયાન અલ્તાફહુસેન રાઠોડ(૪) આરેફાબીબી જાકીરહુસેન રાઠોડ (તમામ રહે.નળગામ તા.તિલકવાડા જી.નર્મદા )નાઓએ પોતાના ઘરના આંગણામાં બનાવેલ સિમેન્ટની પાળી સાધારણ તુટી જતા તે બાબતની અદાવત રાખી એકદમ ઉશ્કેરાઇ જઇ આ કામના આરોપી નંબર (૧) મુનીસાબ બાબાસાબ રાઠોડ (રહે.નળગામ તા.તિકલવાડા જી.નર્મદા) નાઓએ પોતાના હાથમાંની કુહાડી વડે આરેફાબાનું તે જાકીર હુસેન ઇબ્રાહીમમીયા રાઠોડ ની દિકરી (રહે.નળગામ) નાઓને માથાના ભાગે કુહાડીનો  એક ઘા મારી તથા (૨) હનીફસાબ બાબાસાબ રાઠોડ નાઓએ પોતાના હાથમાંની ફરસી વડે સફીમહમદ લતીફખાન રાઠોડ રાઠોડ રહે.નળગામ નાઓને માથાના ભાગે ફરસીનો એક ઘા મારી તથા (૩) અલ્લારૂદિન મુનીસાબ રાઠોડ રહે.નળગામ પોતાના હાથમાંની કુહાડી વડે ફરીયાદી ઝાકીર હુસેન ઇબ્રાહિમમિયા રાઠોડ રહે.નળગામ ને માથાના ભાગે કુહાડીનો એક ઘા મારી તથા(૪) નિઝામુદ્દિન મુનીસાબ રાઠોડ ( રહે.નળગામ ) એ માર મારી ગુનો કરતા તિલકવાડા પોલીસે કુલ આઠ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:46 PM IST)