<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

રાજપીપળા પાસેના વડીયા ગામમાં બનતી સોસાયટીઓ માં કામ કરતા મજૂરો ખુલ્લાં માં શૌચ કરતા હોવાની બુમ

રાજપીપળાને અડીને આવેલા વાડિયા ગામમાં બનતી સોસાયટીઓમાં કામ.કરતા મજૂરો ખુલ્લામાં શૌચ માટે આજુબાજુના ખેતરોમાં જતા સરકારના ઘરે ઘરે શૌચાલય અભિયાનના ધજાગરા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સરકારે ઘરે ઘરે શૌચાલય અભિયાન શરૂ કર્યું હતું જેમાં અનેક કૌભાંડો બહાર આવ્યા જોકે હજુ પણ મોટાભાગના જિલ્લાઓમાં રામાયણ જોવા મળે છે, રાજપીપળા નજીક આવેલા વડિયા ગામમાં નવી બની રહેલી સોસાયટીઓમાં કામ કરતાં મજૂરો ત્યાં શૌચાલયની સુવિધા નહીં હોવાથી આસપાસ ખુલ્લી જગ્યામાં સૌચક્રિયા માટે જાય છે જેના કારણે ગંદકી થતા ત્યાં રહેતા સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાઈ શકે છે.
રાજપીપળા બાજુમાં આવેલા વડિયા ગામમાં બનતી નવી સોસાયટીઓમાં કામ કરતા મજૂરો નજીકમાં ખુલ્લી જગ્યામાં સૌચક્રિયા માટે જતા હોવાથી ત્યાં રહેતા સ્થાનિક લોકોને દુર્ગંધ મારે છે ઉપરાંત રોગચાળાની દહેસત પણ ઊભી થઈ શકે છે. તો તંત્ર આ ગંભીર બાબતે કોઈ પગલા લેતુ નથી.
એક તરફ સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવા અભિયાન શરૂ કર્યું હતું ત્યારે પણ લોકો ખુલ્લામાં જવા ટેવાયેલા હતા અને હાલ માં પણ આ સ્થિતિ છે તેમ.છતાં તંત્ર આ બાબતે કોઇજ.પગલા.લેતુ નથી તો.શું કોઈ રોગચાળો ફાટે ત્યારબાદ તંત્ર જાગશે.

(10:47 PM IST)