<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

નર્મદા જિલ્લામાં ફાર્મસીસ્ટની હાજરી વિના ચાલતા મેડિકલ સ્ટોર્સ કોના આશીર્વાદ થી ધમધમે છે.?

ઘણા મેડિકલ સ્ટોરમાં લાઇસન્સ જે ફાર્મસીસ્ટના નામનુ છે તે વ્યક્તિ બીજે ક્યાંક નોકરી કરી મેડિકલ સ્ટોર વાળા પાસે રૂપિયા લઈ લેતા હોવાની વાત: કેટલાક મેડિકલના માલિકો વર્ષોથી દુકાન ચલાવતા હોવાથી વગર ડિગ્રીએ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં પણ દવાઓ આપતા હોવાની બુમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ચાલતા કેટલાંક મેડિકલ સ્ટોર ફાર્મસીસ્ટની ગેરહાજરીમાં ચાલતા હોવાની બુમ બાદ તંત્રની કામગીરી પર સવાર ઉઠ્યા છે
    મળતી માહિતી મુજબ તાજેતરમાં ગુજરાતમાં નવા નિયમ મુજબ તમામ મેડિકલ સ્ટોરમાં મેડિકલ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલી દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ કરવું પડે, કોઈ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ગેરહાજર હોવા છતાં દવાઓનું વેચાણ થાય અને તે પકડાય, તો સંબંધિત રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટને લાખનો દંડ અથવા 3 મહિનાની કેદ અથવા બંને સજા એક સાથે થઈ શકે છે.અને આ કાયદા નોઅમલ ગુજરાતમા 9 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે.
   જોકે આ સ્થિતિ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પણ જોવા. મળી હોવાનો વાત સામે આવી છે જેમાં. કેટલાક મેડિકલમાં ફાર્માસિસ્ટ બીજી. જગ્યાએ નોકરી કરતા હોય. પરંતુ પોતાનાં ફાર્માસિસ્ટના લાઇસન્સ મેડિકલ. સ્ટોરમાં ભાડે આપી. બંને બાજુથી આવક મેળવતા હોય છે પરંતુ આ બાબત ક્યારેક દર્દીઓ માટે જોખમી કહી શકાય. આરોગ્ય બાબતે તંત્ર આવી લૂલી નીતિ અપનાવશે તો રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં દર્દીઓના માથે જોખમ મંડરાતું હોવાનું કહી શકાય.
કેટલાક મેડિકલના માલિકો વર્ષોથી દુકાન ચલાવતા હોવાથી વગર ડિગ્રી એ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં પણ દવાઓ આપતા હોવાની બુમ સંભળાઈ છે તો આવી સ્થિતિને તંત્ર એ ગંભીરતાથી લઈ દર્દીઓના હિતમાં કાર્યવાહી કરવી જોઈએ

(10:47 PM IST)