<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીમાં ગડબડ કરનાર પંચમહાલના 5 તલાટી સામે કાર્યવાહી

નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા, કણબીપાલ્લી, કાલંત્રા ગ્રામ પંચાયતના તલાટીઓને ચાર્જશીટ ફટકારવામાં આવશે

પંચમહાલ જિલ્લામાં, લગ્ન નોંધણીમાં ગડબડ કરનાર તલાટીઓ સામે મોટી કાર્યવાહી કરાશે. પંચમહાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ, 5 ગ્રામ પંચાયતના તલાટીને ચાર્જશીટ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા, કણબીપાલ્લી, કાલંત્રા ગ્રામ પંચાયતના તલાટીઓને ચાર્જશીટ ફટકારવામાં આવશે. કસૂરવાર તલાટીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

 બોગસ લગ્ન નોંધણી મામલો સામે આવ્યા બાદ જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોમાં લગ્ન નોંધણી રેકર્ડ ની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5 ગ્રામ પંચાયતમા 1043 લગ્ન નોંધણીમાં અધૂરા પુરાવા સહિત અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.

(11:48 PM IST)