<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

SIR : કાલે ફાઈનલ ડ્રાફટ જાહેર થશે, ૪૪.૯૧ લાખ મતદારો મળતા નથી

૫.૦૮ કરોડમાંથી માત્ર ૩.૯૦ કરોડનું જ મેપિંગ થઈ શકયું : મેપિંગ વગરના મતદારોને પોતાની હયાતી- નોંધણી માટે દાવો કરવો પડશે

અમદાવાદ તા.૧૮: મતદાર યાદીને ચોખ્ખી કરવા ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા- ECIએ શરૃ કરેલા 'સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન'- SIR હવે અંતિમ તબક્કે છે. ૧૯મી ડિસેમ્બરને શુક્રવારે મુસદ્દા મતદાર યાદી (ડ્રાફટ) પ્રસિધ્ધ થાય તે પહેલા ગુજરાતમાં પાંચ કરોડ ૮ લાખ ૪૩ હજાર ૪૩૬ પૈકી માંડ ૩ કરોડ ૯૦ લાખ ૫૯ હજાર ૯૨૦ મતદારોની જ ઓળખ અર્થાત મેપિગ થઈ શકયુ છે ! આ સિવાય જેઓ જીવિત છે, સ્થળાંતર કર્યું નથી અથવા તો બબ્બે ઠેકાણે નામ ધરાવતા નથી તેવા મતદાર યાદીમાં રહેલા ૪૪,૪૫,૨૮૦ મતદારો વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં મળી જ રહ્યા નથી !

કુલ નોંધાયેલા મતદારોમાંથી અત્યાર સુધીમાં ૧ કરોડ ૯૮ લાખ ૩૮ હજાર ૩૭૯ મતદારોએ પોતાની મેળે જ એન્યુમરેશન ફોર્મ ભર્યું છે અને મેપિગ પણ જાતે જ કર્યું છે. તે સિવાયના બે કરોડ ૧૮ લાખ ૨૧ હજાર ૫૪૪ મતદારોનું મેપિગ BLO દ્વારા કરવામાં આવ્યુ છે. બાકીના મતદારોના મેપિગની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, હવે મતદાર યાદીનો ડાફટ જાહેર કરવામાં માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા હોવાથી જે મતદારોના નામો મેપિગ થયા વગરના હશે, યાદીમાંથી રદ્દ કરાયેલા હશે તેમને ૧૯મી ડિસેમ્બરથી ૧૮મી જાન્યુઆરી દરમિયાન પોતાનુ નામ યાદીમાં સામેલ કરાવવા માટે મતદાર અધિકારીઓ સમક્ષ દાવો કરવાનો રહેશે. (૩૮.૩૨)

૩.૮૧ લાખ ડબલિયા મળ્યા, હવે ખરો ખેલ આવતીકાલથી શરૃ થશે

ECIએ SIRની ચાલુ પ્રક્રિયા દરમિયાન સ્વિકાર્યુ છે કે, ગુજરાતમાં ૫.૦૮ કરોડ મતદારોમાંથી ૩.૯૦ કરોડ મતદારનું મેપિગ થયું છે. તે સિવાયના ૧૮ લાખ મતદારોના નામો મૃત્યુ થવાથી રદ્દ કર્યા છે. જયારે ૯.૬૮ લાખ નોંધાયેલા સરનામે મળ્યા નથી. ૪૦ લાખનું સ્થળાંતર થયુ છે અને એકથી વધુ સ્થળે નામો હોય તેવા ૩.૮૧ લાખ ડબલિયા મતદારો મળ્યા છે. આમ કુલ ૭૩.૭૪ લાખ મતદારોના નામો રદ્દ કરવામા આવ્યા છે. હવે જેમનુ નામ ડ્રાફટ યાદીમાં નહીં હોય તેમણે શુક્રવારથી દાવો કરવાનો રહેશે.

(3:40 PM IST)